માત્ર 200 પીયામાં કરી જાસુસી ...!? ઓખા પોર્ટ પર પાર્ક કોસ્ટગાર્ડની શીપના ફોટા, નંબર, નામ સહિતની માહિતી લીક કરી પાકિસ્તાન નેવી માટે કામ કરતી મહિલા સાથે ફેસબુકથી સંપર્ક થયો દિપેશ સાથેનું વોટસએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થતું હોવાનું અને બેંક ખાતામાં પૈસા જમા થયાનું બહાર આવ્યું
ઓખા મંડળના આરંભડામાં રહેતા એક શખ્સને પાકિસ્તાન માટે જાસુસી કરતા એટીએસની ટીમે ઝડપી લીધો હતો બાતમીના આધારે એટીએસની ટુકડીએ ઓપરેશન પાર પાડયુ હતું, ઝડપાયેલા જાસુસની પુછપરછમાં કેટલીક ચોકાવનારી વિગતો સામે આવી છે. ખાનગી કંપનીમાં બોટ રીપેરનું કામ કરનાર આ શખ્સ પોર્ટ ખાતે પાર્ક થયેલી શીપ, બોટના નામ, નંબર અને ફોટા પાકિસ્તાની મહિલાને મોકલતો હોવાનુ અને તેના બદલામાં ા. 200 ખાતામાં જમા થતા હોવાનું સામે આવ્યુ છે, ઝડપાયેલા શખ્સનું વોટસએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થતુ હોવાનુ પણ તપાસ દરમ્યાન ખુલ્યુ છે જો કે 200 પીયાની વાત ગળે ઉતરતી નથી અન્ય કોઇની સંડોવણી છે કે કેમ એ દીશામાં પણ સુરક્ષા એજન્સીઓ જીણવટભરી તપાસ ચલાવી રહી છે.
સુત્રોમાથી મળતી વિગતો મુજબ સ્ટેટ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસુસી કરવા બદલ ઓખા નજીક આરંભડા ગામે રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા ભારતીય શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. ચૌધરીને ગુપ્ત બાતમી મળેલ કે, દિપેશ બટુકભાઇ ગોહેલ (રહે. જય અંબે સોસાયટી, ત્રીજા ફાટક પાસે, આરંભડા, ઓખા મંડળ, દેવભૂમિ- દ્વારકા) છેલ્લા કેટલાક સમયથી કોઇ પાકિસ્તાની આર્મી કે જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ.ના કોઇ અધિકારી કે એજન્ટ સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં છે.
આ શખ્સની ધરપકડ કયર્િ બાદ તપાસમાં ખુલ્યુ હતું કે દિપેશ ગોહેલ છેલ્લા ત્રણેક વર્ષથી ઓખા જેટી ઉપર કોસ્ટગાર્ડની બોટોના રીપેરીંગનું કામ કરી રહેલ છે. આજથી સાતેક મહિના પહેલા તે ફેસબુક પર ’સાહીમા’ નામ ધરાવતી એક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવેલ.પોતે એક મહિલા હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી આ ’સાહીમા’ ફેસબુક પ્રોફાઈલ ધારકે દિપેશ ગોહેલ સાથે વોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કરેલ. દરમ્યાન ઉપરોક્ત સાહીમાએ દિપેશ ગોહેલને તેના કામ વિષે પુછતા તેણે ઓખા પોર્ટ ખાતે ડિફેન્સની બોટોમાં વેલ્ડીંગ તથા ઇલેકટ્રીક તથા ફર્નીચરને લગતુ કામકાજ કરતો હોવાનું જણાવેલ હતું.
ત્યાર બાદ સાહિમાએ તેને જણાવેલ કે ઓખા પોર્ટ ઉપર કોસ્ટગાર્ડની જે કોઇ શીપ ઉભી હોય તેના નામ તથા નંબરની માહિતી તેને આપવી અને તે તેને રોજના રૂ. 200 લેખે દર મહિને પૈસા તેના બેંક ખાતામાં જમા કરાવશે. જેથી દિપેશ ગોહેલે સાહીમાને વોટસએપના માધ્યમથી પૈસાની લાલચમાં દર રોજ ઓખા જેટી ઉપર જઇ ત્યાં હાજર બોટોના નામ તથા નંબરની તથા પૈસા મેળવવા પોતાના મિત્રોના યુપીઆઈ લીન્કેડ નંબરોની માહિતી મોકલેલ આપેલ હતી અને તે બદલ સાહિમાએ તેણે આપેલ તેના મિત્રોના બેંક ખાતામાં છેલ્લા સાત-આઠ મહિના દરમ્યાન રૂ. 42,000 જેટલા યુ.પી.આઇ.થી જમા કરાવેલ હતું. વધુમાં સાહીમાએ દિપેશ ગોહેલ સાથે ચેટ કરેલ વોટ્સએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલ હોવાનું ખૂલવા પામ્યું હતું.
વધુમાં જાણવા મળેલી વિગત મુજબ દ્વારકા જીલ્લાના ઓખા પંથકના આરંભડામાં રહેતો દિપેશનો પરિવાર અત્યંત દાણ પરિસ્થીતીમાં ગુજરાન ચલાવતો હોવાનુ બહાર આવ્યુ છે તેમની માતા અન્યના ઘરે કામ કરે છે પિતાનું વર્ષો પહેલા મૃત્યુ થયુ છે બે ભાઇ અને એક બહેન છે. બંને ભાઇઓ મજુરી કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. એટીએસની પુછપરછમાં માહિતી આપવાના દરરોજ ા. 200 મળતા હોવાનું પ્રાથમિક તપાસમાં પકડાયેલ દિપેશે જણાવ્યુ હતું. જો કે આ બાબતે તપાસ ચાલી રહી છે. હનીટ્રેપ કે પૈસાની લાલચ એ બાબત પણ ચકાસવામાં આવી રહી છે. પરિચીતોના ખાતામાં પૈસા નખાવ્યાની શંકા પણ દશર્વિવામાં આવી રહી છે. એવી પણ વિગત બહાર આવી છે કે યુપીઆઇ લીન્કડ બેંક ખાતાઓમાં સાત આઠ મહિનામાં 42 હજાર જેવી રકમ જમા થઇ છે. આથી બેન્ક ખાતાઓ પણ તપાસમાં આવશી લેવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એટીએસની ટીમ દ્વારા માહિતી મળતા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું અને પાકિસ્તાની મહિલાને માહિતી મોકલનાર દિપેશને પકડી એટીએસ દ્વારા શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસને લંબાવી છે. અત્રે એ પણ નોંધનીય છે કે અગાઉ દેવભુમી દ્વારકાના દરીયામાંથી કરોડો પીયાનો ડ્રગ્સ અને એ પછી ચરસના પેકેટો બિનવારસુ મળી આવ્યા હતા અને ડ્રગ્સ માફીયાઓ તરફ તપાસ લંબાવી હતી. સુરક્ષાની દ્રષ્ટીએ સંવેદનશીલ ગણાતા હાલારના દરીયાઇ વિસ્તારમાંથી પાક માટે જાસુસી કરનાર સ્થાનીક શખ્સ સકંજામાં આવતા જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ તપાસમાં જોડાઇ હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાલડીમાં 100 કરોડના સોનાનો ઘટસ્ફોટ: 57 કિલો સોનું દાણચોરીથી લવાયું, બે આરોપીની શોધખોળ
March 18, 2025 09:02 PMવોટર કાર્ડને આધાર કાર્ડ સાથે કરાશે લિંક, ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય
March 18, 2025 08:59 PMગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech