પુણે પોર્શ કાર અકસ્માતની જેમ જ ચેન્નાઈમાં રાજ્યસભાના સાંસદની પુત્રીએ બીએમડબલ્યુ કારથી એક વ્યક્તિને કચડી નાખ્યો હતો. આ હાઇ-પ્રોફાઇલ હિટ-એન્ડ-રન કેસમાં સાંસદની પુત્રીએ ચેન્નાઇમાં ફૂટપાથ પર સૂતા એક વ્યક્તિ પર બીએમડબલ્યુ કાર ચડાવી દઈને તેને કચડી નાખ્યો હતો અને ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી. ઘટના ગંભીર હોવા છતાં સાંસદપુત્રીને તરત જ જામીન આપી દેવામાં આવ્યા હતા. મૃતકની ઓળખ 24 વર્ષીય ચિત્રકાર સૂયર્િ તરીકે થઈ છે.
સોમવારે રાત્રે વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ બીડા મસ્તાન રાવની પુત્રી માધુરી તેની મહિલા મિત્ર સાથે બીએમડબલ્યુ કાર લઈને જતી હતી ત્યારે તેણે ચેન્નાઈના બેસંત નગર વિસ્તારમાં ફૂટપાથ પર સૂઈ રહેલા વ્યક્તિ પર પોતાની કાર ચલાવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે માધુરી તરત જ અકસ્માત સ્થળ પરથી ભાગી ગઈ હતી, તેણે ઉમેર્યું હતું કે તેની બહેનપણીએ ફૂટપાથ પાસે ભેગા થયેલા લોકો સાથે દલીલ કરી હતી. થોડા સમય પછી બહેનપણી પણ ત્યાંથી નીકળી ગઈ અને કેટલાક લોકોએ સૂયર્નિે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો. જોકે, ઇજાઓ થતાં તેનું મોત થયું હતું.
અહેવાલો અનુસાર, સૂયર્નિા લગ્નને માત્ર આઠ મહિના થયા હતા, તેના સંબંધીઓ અને પડોશીઓ તેની વસાહતમાંથી જે-5 શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં એકઠા થયા હતા અને ન્યાયની માંગણી કરી હતી.
સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરવા પર, પોલીસે શોધી કાઢ્યું કે કાર પુડુચેરીમાં નોંધાયેલ છે અને તે બીએમઆર (બીડા મસ્તાન રાવ) જૂથની છે. માધુરીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ પોલીસ સ્ટેશનમાં તેને તાતકાલીક જામીન આપી દેવામાં આવ્યા હતા. રાવ 2022 માં રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા અને અગાઉ ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમનું બીએમઆર ગ્રૂપ સીફૂડ ઉદ્યોગમાં અગ્રણી એન્ટિટી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech