ભાવન ગાંઠીયાવાળાની દુકાન નજીક રોડ પર વિશાલ ઉર્ફે કાનો દિનેશભાઇ વાજા રહે. પોપટનગર, મહાદેવ મંદિર પાસે ક.પરા ભાવનગરની અંગ ઝડતી કરતા તેના ટ્રેક પેન્ટના ખિસ્સમાંથી રોકડા રૂપિયા ૨૯૦૦ મળી આવેલ પૈસા બાબતે પૂછતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી.
બાદમાં તેને યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમા લઇને પુછતા સવા મહિના પહેલા બપોરના સમયે શિશુવિહાર સર્કલ અલકરમ સ્કવેર કોમ્પ્લેક્ષમાં ખોડીયાર ઓટો રીપેરીંગ નામની દુકાન આવેલ છે. તે દુકાનમાંથી રોકડા રૂપિયા ૨૨૦૦૦ની ચોરી કર્યાની કબૂલાત આપતા ચોરીના ગુન્હા અંગે તપાસ કરતા ઘોઘારોડ પોલીસના પાર્ટ એ ગુ.ર.ન. ૧૦૯૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૫(એ) મુજબ ગુન્હો દાખલ થયેલ હોવાનું જણાઇ આવતા છે. વિશાલ ઉર્ફે કાનો દિનેશભાઇ વાજા (ઉ.વ. ૨૯ ધંધો- મજુરીકામ રહે. પોપટનગર, મહાદેવ મંદિર પાસે ક.પરા ભાવનગર)ની ધોરણસર ધરપકડ કરી તેને ઘોઘા રોડ પોલીસના હવાલે કર્યો હતો.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇ.ચા. પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિઠ્ઠલભાઇ ચૌહાણ, ગુલમહમંદભાઇ કોઠારીયા તથા પો.કોન્સ પાર્થભાઈ પટેલ, મિનાજભાઇ ગોરી, હરપાલસિંહ ગોહિલ, ધર્મદિપસિંહ જાડેજા અને પ્રજ્ઞેશ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech