ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમોમાં તોળાતા મોટા ફેરફાર: સમિતિ આવતા મહિને અહેવાલ આપશે

  • April 09, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમોમાં આગામી સમયમાં મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળશે. શિક્ષણ બોર્ડ દ્રારા વિનિયમોમાં સુધારાને લઈને ૫ ફેબ્રુઆરીએ સમિતિની રચના કરી હતી. આ સમિતિ સુધારા અંગે ૩ માસમાં અહેવાલ સુપરત કરશે. વિનિયમોમાં સુધારા માટે શિક્ષણ બોર્ડે વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંચાલક મંડળ સહિત તમામ લોકો પાસેથી સૂચનો મગાવ્યા છે. બોર્ડને આ સૂચનો ૨૨ એપ્રિલ સુધીમાં મળી ૨હે તે પ્રકારે મોકલવા જણાવાયું છે. ત્યારબાદ મે મહિનાના પ્રથમ સાહમાં મુદત પૂર્ણ થતી હોવાથી અહેવાલ સુપ્રત કરાશે અને વિનિયમો જાહેર કરાવશે
વિનિયમોમાં સ્પષ્ટ્રતાઓના અભાવને કારણે વારવાર કોર્ટ મેટરો થતી હોવાથી સુધારા માટેનો નિર્ણય લેવાયો છે. આ માટે શિક્ષણ વિભાગે બોર્ડના ચેરમેનના અધ્યક્ષસ્થાને ૯ સભ્યોની કમિટી બનાવવા મા આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના અધિનિયમ–૧૯૭૨ની કલમ–૩ હેઠળ થઇ છે. અધિનિયમની કલમ–૫૩ હેઠળ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો–૧૯૭૪ ઘડાયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪માં જર જણાય તો–વખતોવખત સુધારા કરવામાં આવે છે. હાલમાં ઘણી બધી જોગવાઈઓની સ્પષ્ટ્રતાઓ ન હોવાના સંજોગોમાં હાઈકોર્ટ તેમજ ટ્રીબ્યુનલમાં સરકાર પક્ષે બચાવની યોગ્ય કાર્યવાહી થઈ શકતી નથી. તેથી કામગીરીમાં બિનજરી ગૂંચવણ ઊભી થાય છે અને કેસોનો નિકાલ સમયસ૨ થઈ શકતો નથી. સરકાર પક્ષે નાણાકીય ભારણ પણ વધે છે. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં સુધારા કરવા માટે શિક્ષણ વિભાગે ૫ ફેબ્રુઆરીએ બોર્ડના ચેરમેનના અધ્યક્ષસ્થાને ૯ સભ્યોની કમિટીની રચના કરી હતી. આ કમિટીમાં બોર્ડના ચેરમેન ઉપરાંત ઉપાધ્યક્ષ, બોર્ડના સચિવ, નિયામક શાળાની કચેરી, બોટાદ અને કચ્છના જિલ્લ ા શિક્ષણાધિકારીઓનો સમાવેશ થયો છે. આ સમિતિ દર ૧૫ દિવસે મળશે અને બોર્ડના વિનિયમોમાં કેવા પ્રકારના ફેરફાર કરવા તે અંગે અહેવાલ તૈયાર કરશે. આ અહેવાલ તૈયાર કરવા માટે સમિતિને ૩ માસનો સમય અપાયો છે. દરમિયાન, હાલમાં સમિતિને બે માસ જેટલો સમય થઈ ગયો છે અને હવે છેલ્લ ો એક માસ બાકી રહ્યો છે ત્યારે બોર્ડ દ્રારા વિનિયમોમાં ફેરફારને લઈ વિધાર્થીઓ, શિક્ષકો, આચાર્યેા, વાલીઓ, સંચાલક મંડળ તેમજ શિક્ષણ સાથે સંકળાયેલ અન્ય વ્યકિતઓ પાસેથી સૂચનો મગાવવાનો નિર્ણય લેવાયો છે.
શિક્ષણ બોર્ડે આ માટે એક ઈ–મેલ આઈડી તૈયાર કયુ છે અને તેની પર ૨૨ એપ્રિલ સુધીમાં બોર્ડને મળી રહે તે પ્રકારે સૂચનો મોકલવા જણાવાયું છે. આ સૂચનો મળ્યા બાદ સમિતિ દ્રારા મેના પ્રથમ સાહમાં મુદત પૂર્ણ થતી હોવાથી અહેવાલ સુપરત કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application