ચંપારણ્ય ધામ ખાતે સતત ૩૧ માં વર્ષે પોરબંદરના મોદી અને શિયાળ પરિવાર દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના ૫૪૮ માં પ્રાકટ્ય મહોત્સવ નિમિત્તે પુષ્ટિ સંપ્રદાયમાં વિશ્વ વિખ્યાત તીર્થ ક્ષેત્ર શ્રી ચંપારણ્ય ધામની યાત્રાએ પધારેલા સમસ્ત વૈષ્ણવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પોરબંદરના મનુભાઈ મોદી, સાગર મોદી પરિવાર અને શિયાળ પરિવાર દ્વારા રાખવામાં આવી હતી.જેમાં સાગરભાઈ મોદી અને સંકેતભાઈ લાખાણી અને ગ્રુપ તેમજ હરીશભાઈ (દાસ ભજીયા)વાળા દ્વારા પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.આ મહાપ્રસાદનો હજારો વૈષ્ણવોએ લાભ લીધો હતો.છેલ્લા ત્રીસ વર્ષ ૩૦ થી નિયમિત મોદી પરિવાર તથા શિયાળ પરિવાર દ્વારા આ સેવાકાર્ય કરવામાં આવે છે.
ચંપારણ્ય તીર્થક્ષેત્રમાં શ્રી વલ્લભના જન્મોત્સવ પછી સાંજના સખડી મહાપ્રસાદ લેવાનું મહાત્મ્ય ફલપ્રદ રહેલું છે. દર વર્ષે મોદી પરિવાર દ્વારા ચંપારણ્ય ખાતે ભાવાત્મક સેવા આપવામાં આવે છે.શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું પ્રાકટ્ય છતીસગઢ રાજ્યના રાયપુર નજીક વૃક્ષઘટાથી પરમ શોભાયમાન એવા ચંપારણ્ય ધામમાં વિક્રમ સંવત ૧૫૩૫ (ઇ.સ. ૧૪૭૯)માં ચૈત્ર વદ અગિયારસના દિવસે થયો હતો.દૈવી જીવોનો ઉદ્ધાર કરવાના ઉદેશ્યથી વૈષ્ણવ સંપ્રદાયનું સ્થાપન કર્યું, જેને પુષ્ટિ સંપ્રદાય કહેવામાં આવે છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય હતા.પુષ્ટિ માર્ગના અનુયાયીઓ તેમને મહાપ્રભુજી તરીકે પણ ઓળખે અને પુજે છે. તેમણે બનારસમાં રહીને વેદ, વેદાંત, દર્શન,સુત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો.તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો.રામેશ્વરથી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં ત્રણવાર પર્યટન કરીને તેમણે પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો.યાત્રા દરમિયાન તેમણે શ્રીમદ્ ભાગવતની કથા અને પારાયણ કર્યા. આજે એ સ્થળો ’બેઠક’ તરીકે ઓળખાય છે.શ્રી વલ્લભનો મુખ્ય સિદ્ધાંત અને દિવ્ય સંદેશ એ છે કે,પ્રિતીપુર્વક ભગવદ્ સેવા સાથે સાથે જીવ માત્રની શરીર, મન, ઇન્દ્રિયો, પ્રાણ, અંત:કરણ તેમજ ધન વૈભવનો સમર્પણપુર્વક વિનિયોગ કરવો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech