બાંગ્લાદેશની વચગાળાની સરકારે દુર્ગા પૂજા દરમિયાન અશાંતિ ફેલાવનારાઓને કડક ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે તે દુર્ગા પૂજા દરમિયાન સાંપ્રદાયિક એકતાને ખલેલ પહોંચાડનારા કે હિન્દુ તહેવારો દરમિયાન પૂજા સ્થાનોને નિશાન બનાવનારાઓ બક્ષશે નહીં. આ સાથે દુર્ગા પૂજા દરમિયાન સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને મંદિરોની સુરક્ષા માટે મદરેસાના વિધાર્થીઓને તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
બાંગ્લાદેશના ધાર્મિક બાબતોના સલાહકાર અબુલ ફૈઝ મુહમ્મદ ખાલિદ હત્પસૈન રવિવારે કાલી મંદિરની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જો કોઈ પૂજા સ્થાનો પર ખલેલ પહોંચાડશે અથવા પૂજા કરી રહેલા લોકોને હેરાન કરશે તો અમે તેને છોડીશું નહીં. અમે તેમને કાયદાના દાયરામાં લાવીશું અને કડક કાર્યવાહી કરીશું. આ વખતે નવરાત્રી ૩જી ઓકટોબરથી શ થઈ રહી છે અને ૧૨મી ઓકટોબરે સમા થશે. બાંગ્લાદેશમાં ૮–૯ ઓકટોબરે દુર્ગા પૂજા માટે ભારે ઉત્સાહ જોવા મળે તેવી અપેક્ષા છે. મંદિરની મુલાકાત દરમિયાન ખાલિદ હત્પસૈને હિંદુ સમુદાયના લોકોને હિંદુ તહેવારો ઉત્સાહ સાથે ઉજવવા વિનંતી કરી હતી. સાથે જ ખાતરી આપી છે કે તેમના મંદિરોને કોઈ નુકસાન થવા દેવામાં આવશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીને ઝડપી લેવાયો
April 19, 2025 12:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech