ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે રેલવે અધિકારીઓ સાથે નિર્માણાધીન ઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગની મુલાકાત લીધી હતી.
તેમણે રેલવે ક્રોસિંગ ગેટ નં. ૨૦૫ઇ પર બની રહેલા ઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ ગેટ નં. ૨૦૫ડ પર બાંધવામાં આવેલા અંડરબ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. ભાવનગર મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ સિહોરના લોકોની સમસ્યાઓનો વ્યવહારુ ઉકેલ લાવવા માટે મંડળ રેલ પ્રબંધક રવીશ કુમાર અને રેલવે એન્જિનિયરિંગ વિભાગના અધિકારી મનીષ મલિક (વરિષ્ઠ મંડળ એન્જિનિયર/સમ.) અને તેમની ટીમ સાથે ચર્ચા કરી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
સિહોરમાં રેલવે ક્રોસિંગ ગેટ નં. ૨૦૫ઇ પર નિર્માણાધીન ઓવરબ્રિજનું કામ ઝડપી બનાવવાના નિર્દેશ પણ તેમણે આપ્યા હતા. સાથે તેને લગતા વિવિધ પાસાઓની ચર્ચાઓ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે રેલ તંત્ર દ્વારા ઓવરબ્રિજ સહિતના કામો સબબ નેસડા ફાટક તેમજ સિહોરની કેટલીક સોસાયટીઓમાંથી કાઢવામાં આવેલા ડાયવર્ઝન સહિતની બાબતોને લઈ સિહોર શહેર અને પંથકમાં ભારે વિરોધ ઉભો થયો છે. અને સિહોરના લોકો વતીના એક પ્રતિનિધિ મંડળ દ્વારા ભાવનગર સાંસદ નિમુબેન સમક્ષ લેખિતમાં રજુઆત કરી સત્વરે યોગ્ય પગલાં ભરવામકાવે તેવી માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech