શહેરના મવડી વિસ્તારમાં રાધેશ્યામ ગૌશાળા પાસે કારના વર્કશોપમાંથી તસ્કરો ૧.૮૦ લાખના સ્પેરપાર્ટ ચોરી કરી ગયા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે શિવ શકિત કોલોનીમાં રહેતા કાર્તિક મુકેશભાઈ ત્રિવેદી(ઉ.વ ૩૮) દ્રારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને રાધેશ્યામ ગૌશાળા પાસે આકાર હાઈટસની સામે જે.કે. કોર્સ નામનું વર્કશોપ આવેલું છે. જેમાં તમામ કંપનીની ફોરવીલ કારનું બોડીકામ તથા કલરકામ અને રીપેરીંગનું કામ થાય છે.આ વર્કશોપ તે તથા તેમના પાર્ટનર જયરાજસિંહ વાંક ભાગીદારીમાં ચલાવે છે.
ગત તારીખ ૧૨૧૦૨૦૨૪ ના સવારના ૧૧ વાગ્યા આસપાસ તેઓ વર્કશોપ પર ગયા હતા અને સાંજના પ્રસંગમાં જવાનું હોવાથી બપોરના સાડા ચારેક વાગ્યે આસપાસ વર્કશોપ અને લોક મારી ઘરે ગયા હતા. ત્યારબાદ તેમના પાર્ટનર સાડા પાંચેક વાગ્યે વર્કશોપ ખાતે ગયા હતા અને સવા આઠેક વાગ્યે જયરાજસિંહ ફોન કરી જાણ કરી હતી કે હત્પં વર્કશોપમાં સ્પેરપાર્ટની કેબિન તથા ઓફિસની કેબીનના દરવાજા તથા મેઇન ગેટના દરવાજાને લોક મારી ઘરે જાવ છું. ત્યારબાદ તારીખ ૧૩૧૦ ના સવારના ફરિયાદી વર્કશોપ ખાતે જતા મેઈન દરવાજાનો લોક ખોલી અંદર જોતા ઓફિસનો દરવાજો તથા સ્પેરપાર્ટ કેબીનનો દરવાજો ખુલ્લો હોય ઓફિસમાં પ્રવેશતા અહીં બધી ચીજ વસ્તુઓ વેરવિખેર હાલતમાં પડી હોય ચોરી થયાની શંકા ગઈ હતી. સ્પેરપાર્ટ કેબિનનો લોક પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો જેથી તેમણે પોતાના પાર્ટનર જયરાજસિંહને ફોન કરી જાણ કરી હતી. ત્યારબાદ અહીં આવી તપાસ કરતા માલુમ પડું હતું કે વર્કશોપમાંથી પિયા ૧,૮૦,૭૦૦ ની કિંમતનો સામાન કોઈ ચોરી કરી ગયો હતો. જેથી તેમણે આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech