મથુરાના બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટ્રમી પર મંગળા આરતીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી ભાગદોડ જેવી ઘટનાઓ ન બને અને ભકતો ને દર્શન કર્યાનો સંતોષ પણ મળે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ મથુરા પ્રશાસને તૈયારીઓ શ કરી દીધી છે. બે વર્ષ પહેલા મંગળા આરતી દરમિયાન નાસભાગને કારણે બે ભકતોના મોત થયા બાદ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વખતે પણ માત્ર છસો લોકોને જ મંગળા આરતીના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. વૃંદાવન ત્રણ ઝોન અને ૧૦ સેકટરમાં વહેંચાયેલું છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટ્રમીના રોજ બપોરે ૨ વાગ્યે ઠાકુર બાંકે બિહારી મંદિરમાં યોજાનારી મંગળા આરતી માટે વહીવટી તૈયારીઓ તેજ થઈ ગઈ છે. વહીવટીતત્રં આરતીનું લાઇવ સ્ટ્રીમિંગ કરશે. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશો મળ્યા બાદ આ અંગે વિચાર–મંથન શ થઈ ગયું છે. મંદિરની અંદર બેરિકેડિંગ પણ કરવામાં આવશે, જેથી ભકતો અંદર ન રહી શકે
૨૦૨૨માં નાસભાગ મચી હતી
વર્ષ ૨૦૨૨માં, ઠાકુર બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન નાસભાગમાં બે ભકતોના મોત થયા હતા યારે એક ડઝન ઘાયલ થયા હતા. આ પછી મંગળા આરતીમાં ભીડને મંજૂરી આપવામાં આવી નથી. આ વખતે શ્રી કૃષ્ણ જન્માષ્ટ્રમી ૨૬ ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્મસ્થાનમાં ઉજવાશે , યારે ૨૭ ઓગસ્ટે ઠાકુર બાંકે બિહારી મંદિરમાં છે. ૨૭મી ઓગસ્ટે બપોરે ૨ કલાકે મંગળા આરતી થશે.અગાઉ, યારે અલ્હાબાદ હાઈકોર્ટ દ્રારા પ્રશાસનને વ્યવસ્થાઓ વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે વહીવટીતંત્રે તેનું સોગંદનામું દાખલ કયુ હતું અને વ્યવસ્થાનો ખુલાસો કર્યેા હતો
બે જગ્યાએ સ્ક્રીન લગાવવામાં આવશે
ઠાકુર બાંકે બિહારીના દર્શનનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા થાય છે ત્યાં સ્ક્રીન લગાવવામાં આવશે. મંદિરમાં પ્રવેશ અને બહાર નીકળવા અંગે મંદિરની અંદર બેરિકેડીંગ કરવામાં આવશે. મંગળા આરતી બે વાગ્યા આસપાસ થશે. તેમાં માત્ર ૬૦૦ શ્રદ્ધાળુઓને જ પ્રવેશ આપવામાં આવશે. મંગળા આરતી દરમિયાન મંદિરના દરવાજા બધં રહેશે. ભકતોને મંદિરની નજીકના વિસ્તારમાં રોકવામાં આવશે. મંગળા આરતી વખતે ઉપસ્થિત સેવકોની યાદી પણ લેવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થા ત્રણ ઝોનમાં વિભાજિત
– સમગ્ર વિસ્તારને ત્રણ ઝોન અને ૧૦ સેકટરમાં વિભાજીત કરીને ૨૦૮ ડુટી પોઈન્ટ બનાવાયા છે. કર્મચારીઓ બે શિટમાં ફરજ પર રહેશે.
– મંદિરની અંદર–બહાર ૧૦૧ સીસીટીવી કેમેરા દ્રારા દેખરેખ રાખવામાં આવશે.
– ૧૩૦૦ બારકોડેડ રિક્ષા છ ટ પર ચાલશે.
– ભકતો માટે ૬ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
– ૪૭૦૦ વાહનો કાયમી અને ૩૮૦૦ વાહનો હંગામી પાકિગમાં હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરમી બાદ વરસાદ! જસદણ, ગોંડલ અને અમરેલીમાં વાતાવરણ પલટાયું, ખેડૂતો પરેશાન
May 20, 2025 08:32 PMEPFOના નવા અપડેટ્સ! PF ખાતું હવે સુપરફાસ્ટ, પૈસા ટ્રાન્સફરથી લઈને ક્લેમ સુધી બધું સરળ
May 20, 2025 07:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech