દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનો સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટે યાદી

  • March 15, 2025 11:10 AM 

તા. 10 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે



ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વર્ષ 2025-26 ના લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનીકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર, અગ્નિવીર ટ્રેડમેનની જેવી જગ્યાઓ પર ભરતી યોજાવાની છે. આ માટે એસ.એસ.સી, એચ.એસ.સી., 8 પાસ અને 17.5 થી 21 વર્ષની ઉમર ધરવતા અપરણિત ઉમેવારોએ http://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તા. 10 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરેલી હશે અને લશ્કરી ભરતી માટેની યોગ્ય લાયકાત ધરાવતા હશે, તેવા ઉમેદવારો પ્રથમ લેખિત પરીક્ષામાં બેસી શકશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે http://www.joinindianarmy.nic.in વેબસાઈટ અથવા જામનગરમાં આર્મી ભરતી કાર્યાલય અથવા દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application