દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એસએમસીના વડા નિર્લિપ્ત રાયની સૂચના હેઠળ ડિવાયએસપી કે.ટી.કામરીયાના સુપરવિઝનમાં એસએમસીની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પીએસઆઇ એસ.વી. ગળચર તથા તેમની ટીમને એવી બાતમી મળી હતી કે, સાયલા તાલુકાના નવા તળાવ વિસ્તાર પાસે આવેલા વાટાવચ્છ ગામમાં દારૂના મોટા જથ્થાનું કટીંગ થઈ રહ્યું છે. જેથી આ બાતમીના આધારે એસએમસીની ટીમ અહીં પહોંચી હતી.
એસએમસીની ટીમે કટીંગ ટાંકણે દરોડો પાડી ટ્રકમાંથી રૂપિયા ૧,૧૯,૫૯,૯૦૦ ની કિંમતનો ૧૦,૩૬૩ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે હરિયાણાના ટ્રક ચાલક રિતેશ ધર્મપ્રકાશ ડાંગર અને ક્લીનર પંકજ કરણસિંહ ડાંગરની ધરપકડ કરી હતી. પોલીસે દારૂનો આ જથ્થો ત્રણ વાહન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૧,૪૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, દારૂનો આ જથ્થો સાયલા તાલુકાના સુદામડા ગામના દેવેન્દ્ર ઉર્ફે દીનો ભરત બોરીચા અને દશરથસિંહ ચંદુભા ઝાલાએ મંગાવ્યો હતો. દશરથસિંહ ક્રેટા કારમાં દારૂના જથ્થાનું પાયલોટિંગ પણ કરી રહ્યો હતો. દારૂનો આ જથ્થો પંજાબથી સોનુ શેઠ નામના શખસે સપ્લાય કર્યો હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર અને જથ્થો મોકલનાર, કાર વડે દારૂના આ જથ્થાનું પાયલોટીંગ કરનાર તેમજ દરોડા દરમિયાન નાસી જનાર શખસો સહિત કુલ ૩૧ શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રકમાં પશુચારાની આડમાં દારૂનો આ જથ્થો છુપાવવામાં આવ્યો હતો.
દારૂના અન્ય દરોડામાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પી.આઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એલસીબી અને ભાડલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જે.એચ.સિસોદિયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે ભંડારીયા ગામથી આગળ ગઢડીયા (જામ) ગામ જવાના રસ્તા પર વોચ ગોઠવી હતી. દરમિયાન અહીંથી પસાર થતા ટ્રેલર ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાં સફેદ પાવડરની 400 થેલી પાછળ છુપાવેલો 41.23 લાખનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ ટ્રેલર ટ્રક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 51.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ટ્રેલર ટ્રકના ચાલક રાજસ્થાનના જયપુરમાં રહેતા મહેશ પ્રભુદયાલ શર્મા (ઉ.વ 55) ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં પંજાબથી દારૂનો આ જથ્થો લઈ આવતો હોવાનું કહ્યું હતું.આ દારૂનો જથ્થો તેના પુત્ર અમિતે ભરી આપ્યાનું કહેતા અમિત ઉપરાંત દારૂ મંગાવનાર અને દારૂ મોકલનાર અજાણ્યા શખસોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech