જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફે જેતપુર જુનાગઢ રોડ પર ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી ઇકો કાર ઝડપી લીધી હતી. પોલીસે ઇકો કારમાંથી રૂપિયા ૩.૬૧ લાખની કિંમતનો 1034 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂના આ જથ્થા સાથે જૂનાગઢના શખસને ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો આ જથ્થો ઇકો કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 6.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા દારૂ પ્રકરણમાં વંથલી પંથકના શખસનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ.હેરમાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે જેતપુર જુનાગઢ હાઇવે પર શંકાસ્પદ ઇકો કારને પોલીસે અટકાવી હતી. પોલીસે આ ઇકો કારની તલાશી લેતા તેમાંથી રૂપિયા ૩.૬૧ લાખની કિંમતનો 1034 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ઇકો ચાલક ભરત અરજણભાઈ ભોગેસરા (ઉ.વ 31 રહે. લીરબાઈ પરા પાસે બિલખા રોડ, જુનાગઢ) ની ધરપકડ કરી હતી.
પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 6,81,492 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ સાથે ઝડપાયેલા ઇકો ચાલકની પૂછતાછ કરતા દારૂ પ્રકરણમાં વંથલીના ધંધુસર ગામના વિપુલ સુરાભાઈ સુતરેજાનું નામ ખુલ્યું હતું.જેથી પોલીસે આ બંને શખસો સામે ગુનો નોંધી અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech