ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ મથક સને-૨૦૧૫ની સાલમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં ફર્લો રજા ઉપરથી છેલ્લાં સાત વર્ષથી ફરાર કેદીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં સને-૨૦૧૫ની સાલમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં ફર્લો રજા ઉપરથી છેલ્લાં સાત વર્ષથી ફરાર કેદી પ્રવિણ સામતભાઇ ભટ્ટી રહે.રાણપરડા તા.પાલીતાણા જી.ભાવનગર. રાજકોટ ખાતે હાજર છે. જે બાતમી આધારે રાજકોટ ખાતે જઇ તપાસ કરતાં નીચે મુજબના ફર્લો રજા ઉપરથી ફરાર કેદી રાજકોટ, કોઠારીયા રોડ, બસ સ્ટેન્ડથી પ્રવિણ સામતભાઇ ભટ્ટી (ઉ.વ.૫૪ ધંધો-મજુરી રહે.રાણપરડા તા.પાલીતાણા જી.ભાવનગર)ને ઝડપી લીધો હતો.
ઝડપાયેલા આરોપી સામે ભાવનગર,પાલીતાણા રૂરલ પોલીસ મથકના એ પાર્ટ ગુ.ર.નં.૨૯/૨૦૧૫ ઇ.પી.કો કલમ-૩૦૨ વિગેરે મુજબનો ગુનો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા અને પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળચર, બ્રિજરાજસિંહ ગોહિલ અને પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech