વડોદરાની દુર્ઘટના બાદ તંત્ર એલર્ટ બની ગયું છે, આ સજાગતા થોડોક સમય માટે નહીં પરંતુ કાયમી રહેવી જોઇએ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા-બેટ વચ્ચે ચાલતી ફેરી સર્વિસના આઠ બોટોના લાયસન્સ આઠ દિવસ માટે દંડ સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેથી બોટધારકોમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે.
બંદર અધિકારી ઓખા દ્વારા તા. ૧ર ના રોજ પત્ર નં. ૧૩ર૭/ર૦ર૪ દ્વારા ઓખા-બેટ વચ્ચે ચાલતી ફેરી સર્વિસની આઠ બોટોના લાયસન્સ દંડ સાથે આઠ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જેમાં એફ.એમ.બી.-ચાંદતારો બેટથી બોટલ આવેલ ત્યારે ઓખા જેટી પર પેસેન્જર ઉતરાયા પહેલા પેસેન્જરે લાઇફ જેકેટ ઉતારી દીધેલ, એફ.એમ.બી.-શેર એ કીરમાની વારા પ્રમાણે બોટ ચલાવેલ નહીં, એફ.એમ.બી. શહેનશાહ કીરમાની વારા પ્રમાણે બોલ ચલાવેલ નહીં, એમ.એફ.બી. ભાગ્યલક્ષ્મી વારા પ્રમાણે બોટ ચલાવેલ નહીં, એમ.એફ.બી. અલમદીના અન્ય જગ્યાએ પેસેન્જર ઉતારેલ, એમ.એફ.બી. રમઝાન બેટી જેટથી પેસેન્જરને લાઇફ જેકેટ પહેરાવેલ નહીં, એફ.એમ.બી. જય મહાકાલ યાત્રિક સાથે ગેરવર્તન કરવામાં આવેલ.
ઉપરોકત શરતો ભંગ બદલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ બંદર અધિકારી ઓખા દ્વારા આઠ ફેરીબોટ સર્વિસની બોટોના લાયસન્સ આઠ દિવસ માટે તેમજ પ્રત્યેક બોટને પ૦૦ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech