રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં હિટવેવ વચ્ચે રાજકોટમાં લીંબુના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે, યાર્ડમાં શાકભાજીની તમામ જણસીઓમાં હાલ લીંબુ સૌથી મોંઘાદાટ થયા છે. આજે વહેલી સવારે થયેલી હરાજીમાં લીંબુના ભાવ ફરી પ્રતિ કિલોના .૧૧૦ થયા હતા. ગરમીનો પ્રકોપ છતાં અન્ય શાકભાજીના ભાવમાં સામાન્ય વધારો પણ નોંધાયો નથી.
વિશેષમાં યાર્ડના શાકભાજી વિભાગના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા એક પખવાડિયાથી લીંબુના ભાવ યથાવત હતા પરંતુ ગરમીનો પ્રકોપ વધતાની સાથે જ ફરી ભાવ ઉંચકાયા છે. લીંબુની માંગ વધતા હવે કાચા લીંબુ પણ આવવા લાગ્યા છે અને તે પણ ઉંચા ભાવે વેંચાઇ રહ્યા છે. યાર્ડમાં આજે કાચા લીંબુ પણ .૨૫થી ૫૦ના કિલોના ભાવે વેંચાયા હતા, યારે પાકા લીંબુનો ભાવ .૧૧૦ સુધી રહ્યો હતો. યાર્ડમાં .૧૧૦ના કિલોના ભાવથી વેંચાતા લીંબુ શહેરની રિટેઇલ શાક માર્કેટમાં બમણા કે તેથી પણ વધુ ભાવે વેંચાઇ રહ્યા છે. રાજકોટ યાર્ડમાં સ્થાનિક ગામો ઉપરાંત મોરબી, હળવદ, અમરેલી અને ભાવનગર પંથકમાંથી લીંબુની આવક થઇ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech