શહેરના રેસકોર્સ રીંગ રોડ ઉપર શ્રેયસ સોસાયટીમાં રહેતા અગ્રણી બિલ્ડર જયભાઇ તળાવિયાના ડિસ્ટ્રીકટ બેન્કના લોકરમાંથી લોકરમાંથી સોનાના દાગીના ૧૨૮૭.૮૬૫ ગ્રામ કિંમત. રૂપિયા ૫૧,૪૭,૨૧૦, ચાંદીના ત્રણ કિલોના દાગીના તથા વાસણો કિ. રૂપિયા ૨.૭૦ લાખ એમ કુલ રૂપિયા ૫૪,૧૭,૨૧૦ની કોઇ અજાણ્યો શખસ ચોરી કરી ગયા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે એ ડિવિઝન પોલીસ, એલસીબી અને ક્રાઇમબ્રાંચે તપાસ હાથ ધરી બેન્કના જ કર્મચારીને ઝડપી લઇ ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે.
શહેરના રેસકોર્સ રીંગ રોડ પર શ્રેયસ સોસાયટી શેરી નં.૨માં શ્રેયસ બંગલો નં.૧૧માં રહેતા શહેરના અગ્રણી બિલ્ડર જય ભરતભાઇ તળાવિયા (ઉ.વ.૩૦) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રાજકોટમાં રેસકોર્સ રીંગ રોડ પર રેસકોર્સ પ્લાઝામાં ઓફિસ નં.૨૦૧માં કન્સ્ટ્રકશનનું તેમના પિતા ભરતભાઇ સાથે કામકાજ કરે છે. તેઓને ચૌધરી હાઇસ્કૂલ પાસે રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેન્કમાં પાંચ વર્ષથી બેન્ક લોકર છે. આ લોકર તેઓ તથા તેમના માતાના નામે છે અને ફરિયાદી લોકર ઓપરેટ કરે છે. લોકર ખોલાવતી વખતી એક ચાવી લોકરધારકને અને અન્ય ચાવી બેન્કના જવાબદાર કર્મચારી પાસે હોય છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, અમે જયારે લોકર ખોલાવેલ ત્યારબાદથી આ લોકરમાં અમારા ઘરના સભ્યોના સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના, ચાંદીના વાસણો તેમાં રાખતા હતાં. લ પ્રસગં અથવા શુભ પ્રસંગે દાગીનાની જરૂરિયાત પડતી ત્યારે લોકરમાંથી લાવતા હતાં. ગત તા.૨૪–૪–૨૦૨૫ના સાંજના તેઓ દાગીના મુકવા માટે બેન્કે ગયા હતાં. જેથી જવાબદાર કર્મચારી સાથે લોકરરૂમમાં લોકર ઓપરેટ કરવા માટે ગયા હતાં બાદમાં બેન્કનો કર્મચારી લોકરરૂમમાંથી જતો રહ્યો હતો અને અહીં સોના–ચાંદીના દાગીના તથા વાસણો રાખી તેઓએ લોકર બધં કરી દીધું હતું.
દરમિયાન ગઇ તા.૬–૫–૨૦૨૫ના બપોરના ૧૨–૩૦ વાગ્યા આસપાસ લપ્રસંગમાં જવાનું હોવાથી અહીં બેન્કે ગયા હતાં. બેન્કનું લોકર ખોલી ફરિયાદીએ જોતા લોકરમાં રાખેલા ચાંદીના દાગીના તેમજ ચાંદીના વાસણો કિંમત રૂપિયા ૫૪,૧૭,૨૧૦ જોવા મળ્યા ન હતાં. જેથી આ બાબતે હાજર બેન્ક કર્મચારીને જાણ કરી હતી. બેન્ક કર્મચારીએ લોકરમાં જોતા લોકરનું ખાનું ખાલી હતું બાદમાં આ બાબતે બ્રાન્ચ મેનેજરને વાત કરી હતી તેમજ બેન્કના મેનેજર અને સીઇઓને પણ મળ્યા હતાં.
આમ બિલ્ડર જયભાઇ તળાવિયાના ડિસ્ટ્રીકટ બેન્કના નોંધાવી છે.
ચોરીની આ ઘટનાને લઇ એ ડિવિઝન પોલીસ ઉપરાંત એલસીબી ઝોન–૨ તથા ક્રાઇમબ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી જેમાં બેન્કના કર્મચારીની ભૂમિકા શંકાસ્પદ જણાતા પોલીસે તેને ઉઠાવી લઇ પુછતાછ કરતા ચોરીના આ બનાવનો ભેદ ઉકેલાઇ ગયો હતો. પોલીસે સોનાના દાગીના સહિતનો આ મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech