આજે કમલમમાં ભાજપના નેતાઓનો જમાવડો શ થયો છે અનેક તર્કવિતર્કેા વચ્ચે મળનારી આ બેઠકમાં ભાગ લેવા કાલ રાતથી જ નેતાઓ પાટનગર પહોંચી ગયા હતા.
આજે ગાંધીનગરમાં બેઠક ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાવવા જઇ રહી છે. સીઆર પાટીલે ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યોને શનિવારે બેઠકમાં હાજર રહેવાની સૂચના આપી હતી. આ બેઠકમાં સીઆર પાટીલના ઉત્તરાધિકારીને લઇને ચર્ચા કરવામાં આવે તેવી અટકળો વહેતી થઇ છે. કારણ કે આ બેઠકમાં ધારાસભ્યો સિવાય રાષ્ટ્ર્રીય મહાસચિવ અને એસ.સી. મોરચાના ઈન્ચાર્જ તણ યુગ પણ હાજર રહે તેવી શકયતા સેવાઈ રહી છે ત્યારે આ અટકળોને બળ મળ્યું છે.
આજની બેઠકને લઇને અનેક રાજકીય અટકળો વહેતી થઇ હતી. બેઠકમાં સીઆર પાટીલના ઉત્તરાધિકારીને લઇને પણ ચર્ચા કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે સૂત્રોએ દાવો કર્યેા હતો કે સેવા પખવાડિયાની ઉજવણીની તૈયારી માટે આ બેઠક બોલાવવામાં આવી છે.તા. ૧૪ તારીખથી ભાજપ સેવા પખવાડિયું ઊજવશે.આ મુદે પ્રદેશ નેતાગીરી માર્ગદર્શન આપશે.
અહીં નોંધવું જરી છે કે બે દિ પહેલા સુરતના મજુરા વિધાનસભામાં સક્રિય સદસ્ય સંમેલનમાં સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી પર સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે હત્પં આવતીકાલે પ્રમુખ ન પણ હોય. હત્પં પ્રમુખ ન જ હોવો જોઈએ. મે અનેક વખત કહ્યું છે એક વ્યકિતને બે હોદ્દા ન આપવા જોઈએ. નિર્ણય થઈ જશે તો નેતાઓ જાહેર કરશે.
અહીં નોંધવું જરી છે કે ગુજરાતમાં કોંગ્રેસ એકિટવ મોડમાં આવતા ભાજપ પણ વધુ ગતિએ સક્રિય થઈ છે, તો બીજી તરફ ભાજપે જિલ્લ ા અને તાલુકા અને શહેર પ્રમુખોની પણ જાહેરાત કરી દીધી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપને નવા પ્રમુખ પણ ગમેત્યારે મળી શકે છે. કારણે કે, સી આર પાટીલ પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુકત થવા માંગ છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તેને લઈ પણ ભાજપની ગલીઆરીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત સામેની લડાઈમાં ચીને પાકિસ્તાનને સીધી મદદ કરી હતી
May 19, 2025 10:31 AMદ્વારકાના સૂર્યનારાયણ દેવ-રાંદલ માતાજીના મંદિરે ધાર્મિક આયોજન
May 19, 2025 10:29 AMયુએસના મધ્યપશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં ભયંકર વાવાઝોડુ ત્રાટક્યું, 27ના મોત
May 19, 2025 10:24 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech