રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાના એક શાબ્દીક ઉચ્ચારને લઈને ક્ષત્રિય સમાજમાં એક માસથી ચાલી રહેલા રોષ અને દેખાવોમાં આંદોલનના પાર્ટ–૨માં આજથી રાયભરમાં ૭ સ્થળેથી ધર્મરથ નીકળ્યા હતા. આજે રાજકોટના પેલેસ રોડ સ્થિત આશાપુરા મંદિર ખાતેથી આ ધર્મરથ નીકળ્યો હતો જે રાજકોટ જિલ્લ ામાં વાંકાનેર, પડધરી, ટંકારાને રાજકોટ ગ્રામ્યના વિસ્તારો–ગામડાઓમાં રથ ફરશે અને ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાનની ચાલી રહેલી લડતનો સંદેશો આપશે.
આજે આ ધર્મરથને લીલીઝંડી આપવા માટે ગુજરાત રાય રાજપુત સંકલન સમિતિના ગાંધીનગર અમદાવાદ સ્થિત મુખ્ય હોદેદારો, કન્વીનર રમજુભા જાડેજા, ગોવુભા જાડેજા, પી.ટી.જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના આજે રાજકોટ આવ્યા હતા. આશાપુરા મંદિર ખાતેથી આ રથ સાથે બાઈક અને કાર રેલી રૂપે જોડાયા હતા. મંદિર ખાતે ક્ષત્રિય સમાજ અન્ય સમાજની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ રથને ચાંદલા કરી વિદાય અપાવી હતી. આ તકે બારોટ સમાજના પ્રમુખ સહિતના અન્ય સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા તેઓ ક્ષત્રિય સમાજની નારીઓની અસ્મિતાની લડાઈને સાથ–સહકાર ટેકો જાહેર કર્યેા હતો. કન્વીનર રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આ લડાઈ કોઈ માગણીની નથી સ્વાભિમાનની છે. તા.૭ના મતદાન કરીને ભાજપ સરકારને લડાઈરૂપી જવાબ આપવાનો છે. તા.૭ પછી પણ આ લડાઈ ચાલુ રહેશે તેવા શબ્દ સાથે લાંબી લડાઈ હોવાના અેંધાણ આપ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech