સુરતમાં સ્વામિનારાયણ સાધુની કથાનો કૃષ્ણભક્તો દ્વારા વિરોધ

  • March 26, 2025 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાંથી એક પછી એક વિવાદો સામે આવતા જ રહે છે. જાણે પુસ્તક નહી પરંતુ હાલતી ચાલતી વિવાદોની દુકાન હોય તે પ્રકારે અવનવી બાબતો સામે અવનવા વિવાદો સામે આવતા રહે છે. હાલમાં જ એક પુસ્તકમાં દ્વારકાધીશ ભગવાન સામે કરેલી વિવાદિત ટિપ્પણીને પગલે કૃષ્ણ ભગવાનના ભક્તોમાં ભારે રોષ છે. જેના પગલે ઠેર ઠેર સ્વામિનારાયણ સંપ્રદાયનો ભરપુર વિરોધ થઇ રહ્યો છે. સુરતમાં પૂણા બીઆરટીએસ રોડ પાસે એક સ્વામિનારાયણના સંતની કથાનું આયોજન કરાયું હતું. જો કે કથા શરૂ થાય તે પહેલા જ ભારે વિરોધ થયો હતો.

સુરતનાં પૂણા સીમાડા વિસ્તારમાં વડતાલગાદી સંસ્થાનના તાબા અંતર્ગત આવતા સ્વામિનારાયણ મંદિર દ્વારા ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની કથાનું આયોજન કરાયું હતું. આ કથા માટે મંડપ અને પોસ્ટર લગાવી દેવાયા હતા. 2 થી 8 એપ્રિલ દરમ્યાન કથાનું આયોજન કરવામાં આવેલું હતું. જો કે કથા શરૂ થાય તે પહેલા જ મહાકથા શરૂ થઇ ગઇ હતી. કથા પહેલા જ સ્વામીજીની કથાનો વિરોધ થતા કથા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે.

સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા સ્વામીજીની કથાનાં પ્રચાર માટે લગાવાયેલા બેનર પર કાળો સ્પ્રે મારી વિરોધ વ્યક્ત કર્યો હતો. 2 થી 8 એપ્રિલ દરમ્યાન યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં શરૂ છે. જો કે હવે જે પ્રકારનો વિરોધ થયો તેને જોતા કથા કરવી કે કેમ તે અંગે આયોજકો વિમાસણમાં મુકાયા છે. અત્રેઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશ અંગે લખેલી બાબત બાદથી જ દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ છે. તેવામાં કથાનું આયોજન થાય અને કોઇ અનિચ્છનીય ઘટના બની જાય તો જવાબદારી કોની? જેના પગલે હવે આયોજકો પણ કથા કરવી કે કેમ તે અંગે વિમાસણમાં મુકાયા છે.


પુસ્તકમાં શું છે ઉલ્લેખ?

પુસ્તકમાં દ્વારકાધીશ અંગે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, 'સ્વામી! મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારિકાની યાત્રાએ જવાનું કહે છે તો મારે જવું જોઇએ કે કેમ ? ત્યાં હું જઇશ તો મને દ્વારકાધીશ ભગવાન દર્શન આપશે? જેના જવાબમાં ગોપાળાનંદ સ્વામી જણાવે છે કે, 'ત્યાં તો ભગવાન ક્યાંથી હોય? જો તમારે પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. ત્યાં સ્વામીનારાયણ ભગવાન તમારા તમામ મનોરથ પૂર્ણ કરશે.' જેથી સ્વામીની અનુમતિ લઈને આબાસાહેબ નીકળ્યા તો ખરા પણ સગાવહાલા જે કુસંગી હતા તેમણે દ્વારિકા જવા માટે ખૂબ ટંટો કરી આગ્રહ કર્યો. છેવટે આગ્રહને વશ થઇને તેઓએ દ્વારિકા તરફ પ્રયાણ કર્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application