ભગવાન શ્રીરામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો છે. આ વિશાળ પાયે યોજાયેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવા માટે નેતા,અભિનેતા,સાધુ-સંતો,ઉદ્યોગપતિઓ,ક્રિકેટર્સ સહિતના વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ અયોધ્યા ખાતે પહોંચી હતી. આજનો દિવસ ઇતિહાસના પાના પર આલેખાયો છે. ત્યારે ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા અહીં આવી પહોંચેલી વિવિધ હસ્તીઓ ભાવુક થઇ હતી. ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા નિમિતે સૌ કોઇએ તેમની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ પણ આ સમારોહમાં ભાગ લીધો હતો.
રામલલ્લાના અભિષેક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ અહીં મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આ દિવસની રાહ હતી. ભગવાન શ્રીરામના મંદિરમાં બિરાજમાન થવા અંગે તેમણે કહ્યું હતું કે આ આપણા માટે ગર્વની વાત છે. તેમજ રામરાજ્ય પર તેમણે કહ્યું હતું કે, દેશમાં રામની લહેર ચાલી રહી છે. જે રામનું નથી તે કોઈ કામનું નથી, આને રામરાજ્ય કહેવાય છે અને રામરાજ્યના શ્રીગણેશ થયા છે.
આપને જણાવી દઇએ કે, અયોધ્યા જતી વખતે બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી વિમાનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે અન્ય મુસાફરો પણ ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા. જેણે સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ડિવિઝનના ૬ રેલવે સ્ટેશનોનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
May 19, 2025 11:36 AMદ્વારકા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
May 19, 2025 11:28 AMજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech