ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા અને એક સ્થળે નોકરી કરતા ફરિયાદી જગાભાઈ કરસનભાઈ વાઢીયાએ સ્ટાર હેલ્થ એલાઈડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાંથી પોતાની તથા તેમના પરિવારના સભ્યો માટે હેલ્થ પોલિસી લીધી હતી. જે સંદર્ભે તેમણે કંપનીને રૂપિયા 1,50,314 નું બીમારી સબબના ખર્ચના બિલની રકમની માંગણી કરી હતી પરંતુ કંપનીએ રૂપિયા 99,043 ની રકમ મંજૂર કરી હતી. ત્યારે બાકીના રૂપિયા 51,271 ની રકમ ચૂકવી ન હતી. તેની સામે ફરિયાદીએ કંપની સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. આ સંદર્ભે ફરિયાદીના વકીલ અયુબ એ. મુન્દ્રા તથા નાસિર એ. મુન્દ્રા દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈને ફરિયાદીને બાકી બિલ મુજબની રકમ રૂપિયા 51,271 તેમજ અરજીની તારીખથી 6 ટકા વ્યાજ સાથે ઉપરોક્ત રકમ ચૂકવી આપવા માટે હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech