કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રને હરાવ્યું છે. 158 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે મુંબઈએ એક સમયે 5 ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 59 રન બનાવી લીધા હતા. તેમ છતાં તે લક્ષ્યનો પીછો કરી શકી નહોતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 60મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. મેચમાં મુંબઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા KKRની ટીમે 157 રન બનાવ્યા હતા.
158 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈએ એક સમયે 5 ઓવરમાં કોઈ વિકેટ વિના 59 રન બનાવી લીધા હતા, પરંતુ તે પછી KKRના સ્પિનરોએ રનની ગતિ પર અંકુશ મૂક્યો હતો અને નિયમિત અંતરે વિકેટો લીધી હતી.
વરસાદ વિક્ષેપિત આ મેચમાં કોલકાતાએ પહેલા રમતા 16 ઓવરમાં 157 રન બનાવ્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 139 રન જ બનાવી શકી હતી. ઈશાન કિશને 22 બોલમાં 40 રન બનાવ્યા હતા. જ્યારે તિલક વર્માએ 17 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી. KKR તરફથી હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલે બે-બે વિકેટ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech