દ્વારકા રૂપેણ બંદરમાં પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત કામગીરી

  • May 30, 2025 11:33 AM 

વીજચોરી પકડાઈ, અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ, માછીમારી પ્રતિબંધ હોવા છંતા દરીયામા ગયેલ બોટ સામે કાયદેસરની કાર્યવાહી 

યાત્રાધામ દ્વારકા નજીક આવેલા રૂપેણ બંદર પર દ્વારકા પોલીસ વિવિધ કામગીરી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રનો દરીયા કિનારો સુરક્ષા દષ્ટિએ અતિસંવેદનશીલ માનવામાં આવે છે. તેથી દરીયાઈ સુરક્ષા કરતી એજન્સીઓ દ્વારા સર્તક રહેતી હોય છે. હાલની સ્થિતી અનુલક્ષીને દ્વારકાના એસપી નિતેશ પાંડેયની સુચનાથી ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા દ્વારકાના પી.આઈ. ભટ્ટ સહીતની ટીમ સાથે રાખીને કડક કામગીરી કરી હતી. 

હાલ વાવાઝોડાની આગાહીમા પગલે દરીયો ખેડવા વર પ્રતિબંધ છે. આમ છંતા કોઈ માછમારી જીવના જોખમે દરીયા જતા હોવાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા આ મુદે લાલ આંખ કડક કાર્યવાહી કરી આવી બોટના માલિકો સામે કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે. આ ઉપરાંત હાલ માછીમારોને ઓફસીઝન હોવાથી બંદર વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા સ્થાનિકોને કનડગત કરતા હોવાની વ્યાપક રાવ ઉઠી હતી. 

જે મુદે દ્વારકા પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોને કાયદાનુ ભાન કરાવ્યું હતું. આ ઉપરાંત બંદર વિસ્તારમાં ગેરકાયદેસર વીજ ચોરી કરતા હોવાનુ ધ્યાને આવતા પોલીસે પીજીવીસીએલની ટીમને સાથે રાખીને પાંચ સ્થળો પર વીજ ચેકીંગની કામગીરી કરી હતી. ચેકીંગ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણ મીટર ઉતારી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાયદોને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તો માટે પોલીસ દ્વારા દરીયા કિનારાના સંવેદનશીલ વિસ્તારોમા પેટ્રોલીંગ વધારીને વિવિધ કામગીરી કરવામાં આવે છે. હાલ સ્થિતિને ધ્યાને લઈને દરીયા કિનારાના ગામો, બંદરો, થતા દરીયાઈ પટ્ટી પર આવેલા લેન્ડિંગ પોઈન્ડનુ રાઉન્ડ ધ કલોક બાજ નજર રાખવામા આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application