જેન્તીરામ બાપાના સાનિઘ્યમાં રામનવમીથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો પ્રારંભ
ભાવેશ્વર મહાદેવ મંદીર ની પ્રાણ પ્રતિષ્ઠા પણ થશે જામ જોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણ ધામ આશ્રમ મુકામે 17 એપ્રિલ રામનવમી થી નરેન્દ્રભાઈ રાજ્યગુના વ્યાસ સ્થાને શ્રીમદ ભાગવત સપ્તાહ નો પ્રારંભ થશે સુદાણી પરિવાર ના મંગલ મનોરથી થી આ ભાગવત સપ્તાહ નું આયોજન કરાયું છે જેમાં દરોજ સવારે 9થી 12 વાગ્યા સુધીતેમજ 3 થી 6 વાગ્યા સુધી ભાવિકજનો ને કથા નુરસપાન કરાવાશે સાથે દરોજ સંત વાણી મહાપ્રસાદ લોક ડાયરાનું ભવ્ય આયોજન કરાયેલ છે.
રામ નવમીના દિવસે સવારે નવ કલાકે સદ ગુરુ જેન્તીરામ બાપા તથા પજમાન પરિવાર દ્વારા દીપ પ્રાગટય કરાશે કથા દરમ્યાન તુલસી વિવાહ રામકૃષ્ણ જન્મોત્સવ કપીલ જન્મ નૃસિંહ પ્રાગટય જેવા વિવિધ પ્રસંગો ઉજવાશે તા 21-4 23 નારોજ શ્રી ભાવેશ શ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસિય મહોત્સ્વ રાખવામાં આવેલ છે જેમની શાસ્ત્રોક્ત વિધી આચર્યિ પ્રકાશ ભાઈ પંડયા દ્વારા કરાવાશે . આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં અતિથી વિશેષ તરીકે સનાતન ધર્મ ભુષણ પુ રાજ રાજેશ્વર ગુરુજી સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર . (લંડન) વાગલધારા તેમજ રાષ્ટ્ર વદના મંચના સસ્થાપક નિવૃત ડી.આઈ.જી. વણઝારા ઉપસ્થિત સર્વ ધર્મપ્રેમી ભાવિક જનોને આ ધાર્મિકો ઉત્સવમાં ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech