શહેરના નંદાહોલ પાછળ ખોડીયારનગર મેઇન રોડ પર અર્જુન પાર્ક સામે રહેતા ગેરેજ સંચાલકના ઘરે પુત્રના કરના પ્રસંગમાં પિતરાઈ ભાઈએ કબાટમાં રહેલા ઘરેણા અને યુવાને પહેરોલો બે તોલાનો ચેઇન સહિત ૧.૯૫ લાખના દાગીના ચોરી કરી લીધા હતા. જે અંગે યુવાને ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને સકંજામાં લઈ પૂછતાછ કરતા તેના પર દેણું થઈ ગયું હોય અને તેને બુલેટ લેવું હોય જેથી તેણે આ હાથફેરો કર્યાની કબુલાત આપી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના નંદાહોલ પાછળ અર્જુન પાર્ક સામે જય બાલાજી ઓટો ગેરેજવાળા મકાનમાં રહેતા અને ગેરેજ ચલાવનાર પાર્થ નરેન્દ્રભાઈ ડોબરીયા(ઉ.વ ૨૬) નામના યુવાને ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના પિતરાઈ ભાઈ નવદીપ રાજેશભાઈ ડોબરીયાનું નામ આપ્યું છે.
પટેલ યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૮૭ ના તેના ઘરે પુત્ર જીયાંશના કરનો પ્રસગં હોય જેથી રાંદલ તેડાવ્યા હતા અને પરિવારજનો તથા સગાને બોલાવ્યા હતા. સુભાષનગર મેઈન રોડ પર હોલમાં જમણવાર રાખ્યો હતો.બપોરના ત્રણેક વાગ્યે આસપાસ યુવાન મમાં સૂતો હતો અને તેનો પિતરાઈભાઈ નવદીપ પણ બાજુમાં સૂતો હતો સાંજના ઘોડો ખૂંદવાની વિધિ હોય જેથી યુવાન અહીં વિધિમાં ગયો હતો. દરમિયાન તેની પત્ની આંટાફેરા કરતી હોય અને ગભરાયેલી હોય જેથી આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે સાંજના સાડા સાત વાગ્યા આસપાસ મેં કબાટમાંથી સાડા ચાર તોલાનો સોનાનો હાર કાઢી રહ્યો હતો અને તે વખતે હત્પં તથા ચંપાકાકી તેમનો પુત્ર નવદીપ અને નવદીપના પત્ની અમે ચાર જણા જ મમાં હતા હત્પં મોઢું ધોવા માટે બાથમમાં ગઈ હતી અને દસ મિનિટ પછી પાછી આવતા દાગીના લેવા જતા સોનાનો હાર બોક્ષમાં જોવા મળ્યો ન હતો અને કબાટમાં રાખેલ એક તોલાની સોનાની વીંટી પણ જોવામાં આવી નથી. યુવાને પોતાના ગળામાં જોતા તેણે પહેરેલો બે તોલાનો ચેન પણ ગાયબ થઈ ગયો હોવાનું માલુમ પડું હતું.
પ્રસગં દરમિયાન ચોરી થયાની શંકા જતા ગેરેજમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા નવદીપની હાજરી શંકાસ્પદ જણાતી હતી. જેથી આ બાબતે તેને પૂછતા પ્રથમ તેણે ઇન્કાર કર્યેા હતો પરંતુ તેના પર શંકા દ્રઢ બનતા અંતે યુવાને પિયા ૧.૯૫ લાખના દાગીના ચોરી થયા અંગેની આ ફરિયાદ નોંધાવી હતી.
ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ પી.એસ. ગોહિલ તથા ટીમે તપાસ હાથ ધરી નવદીપ ડોબરીયાને સકંજામાં લઈ લીધો હતો. નવદીપ મેટોડા પાસે આવેલી યોતિ સીએનસીમાં નોકરી કરતો હોવાનું માલુમ પડું છે પોલીસે તેની પૂછતાછ કરતા તેણે જ ચોરી કર્યાનું કબૂલ્યું હતું. તેના પર દેણું થઈ ગયું હોય અને તેને બુલેટ લેવું હોય માટે તેણે પિતરાઈ ભાઈના ઘરમાં હાથફેરો કર્યાની કબુલાત આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMજામનગરમા વક્ફ બિલ અને UCC નો વિરોધ કરી રહેલા મુસ્લિમ વકીલોની અટકાયત
April 19, 2025 01:43 PMજામનગરમાં ધુળની ડમરી સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 19, 2025 01:40 PMજામ્યુકોની જન્મ-મરણ શાખામાં લોકોને પડતી હાલાકી નિવારવા માંગ
April 19, 2025 01:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech