આજે ગોંડલમાં તણાવભરી સ્થિતિ છે. કારણ કે, ગણેશ જાડેજાએ એક સભામાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાને પડકાર ફેંક્યો હતો. જેને લઈને આજે અલ્પેશ કથીરિયા ગોંડલ આવતા લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી ગયા હતા અને તેમનો વિરોધ કર્યો હતો. ત્યારે જયરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો.
અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે
જયરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. લોક રોષ જોઇને અલ્પેશ કથીરિયાએ ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. ૫૦૦ કિલોમીટર દૂર રહીને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે.
જે લોકો આવતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે
વધુમાં જણાવ્યું હતું કે, ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું, ગોંડલની જનતાએ નામ આપ્યું છે. જયરાજસિંહ જાડેજાએ પડકાર ફેંકતા જણાવ્યું કે, અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો અને ચૂંટણીના મેદાનમાં ઉતરો. ગોંડલની જનતા તમને ન્યાય આપી દેશે. આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટિંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech