પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર બાદ બિલાવલ ભુટ્ટોના પરિવારે છોડ્યું પાકિસ્તાન, ભાગીને પહોંચ્યા કેનેડા

  • April 27, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. અહીં સુધી કે મોટા-મોટા નેતાઓના પરિવારજનો દેશ છોડીને ભાગી રહ્યા છે.


જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે એક્શન લેતા સિંધુ જળ સંધિ કરારને સ્થગિત કરવાની સાથે જ પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા પગલાં લીધા છે. આને લઈને પડોશી દેશની અંદર ખળભળાટ મચી ગયો છે અને લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોકો દેશ છોડીને ભાગવા લાગ્યા છે. પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરના પરિવારે તાજેતરમાં દેશ છોડ્યો હતો અને હવે સમાચાર છે કે પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોનો પરિવાર પાકિસ્તાન છોડીને કેનેડા ભાગી ગયો છે.


સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ ગુસ્સે ભરાયેલા બિલાવલે ધમકી આપી હતી કે જો પાકિસ્તાનનું પાણી રોકવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે. આ ધમકીના એક દિવસ બાદ જ સમાચાર આવી રહ્યા છે કે તેમના પરિવારના સભ્યો બખ્તાવર ભુટ્ટો અને આસિફા ભુટ્ટો આજે રવિવાર (27 એપ્રિલ, 2025)ની સવારે પાકિસ્તાન છોડીને કેનેડા ચાલ્યા ગયા છે.


પાકિસ્તાની સેનાના ઘણા અધિકારીઓએ પરિવારને વિદેશ મોકલ્યા

પાકિસ્તાનની અંદર ભારતને લઈને એ ડર છે કે તે ગમે ત્યારે હુમલો કરી શકે છે. એવામાં તેની સેનાનું મનોબળ પણ ઘટી ગયું છે અને ઘણા અધિકારીઓએ પોતાના પરિવારને વિદેશ મોકલી દીધા છે. તેમાં પાકિસ્તાન આર્મીના ચીફ અસીમ મુનીર પણ સામેલ છે. સમાચાર છે કે આ લોકોએ એક પ્રાઇવેટ જેટ દ્વારા પોતાના પરિવારોને બ્રિટન અને ન્યુ જર્સી મોકલ્યા છે. પહલગામ આતંકવાદી હુમલાના તરત બાદ ભારતે પાકિસ્તાનને સખત સંદેશ આપતા અરબી સમુદ્રમાં આઈએનએસ સુરતથી એક મિસાઈલ ટેસ્ટ કર્યો હતો. જ્યારે પીએમ મોદીએ પણ કહ્યું હતું કે આતંકવાદીઓ અને તેમના આકાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ દુનિયાના ગમે તે ખૂણે છુપાયેલા હશે તેમને શોધી કાઢવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application