જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગરમીમાં વધારો-ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે ગઇકાલે મહત્તમ તાપમાન 32.5 ડીગ્રીએ પહોંચ્યું હતું, બીજી તરફ મોડી સાંજે 35 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી થોડી રાહત થઇ હતી.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 32.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 27.8 ડીગ્રી, હવામાં ભેજ 89 ટકા અને પવનની ગતિ 30 થી 35 કિ.મી. પ્રતિકલાક રહી હતી. આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે. જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં 25થી વધુ ડેમોમાં 1 થી 16 ફુટ નવું પાણી આવ્યું છે, એટલું જ નહીં અનેક ચેકડેમો ભરાઇ ગયા છે જેને કારણે તળ સાચા થયા છે.
કાલાવડ, જામજોધપુર સહિતના કેટલાક વિસ્તારોમાં મગફળી અને કપાસનું વાવેતર શ થઇ ગયું છે, લગભગ 1.17 લાખ હેકટરમાં વાવેતર થયું છે ગયા વખતે 3.48 લાખ હેકટરમાં કપાસ, મગફળી સહિત અન્ય ચીજવસ્તુઓનું વાવેતર થયું છે અને કેટલાક ગામડાઓમાં 35 થી 38 ટકા જેટલો વરસાદ ત્રણ દિવસમાં પડી ગયો છે.
પાંચેક દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે ત્યારે ધરતીપુત્રો વાવણી કાર્યમાં લાગી ગયા છે, ખાસ કરીને હાલારના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે, આ વખતે પણ ગયા વખતની જેમ જ વાવેતર થશે, જો કે એક મહીના પહેલા હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, 114 ટકા વરસાદ પડશે એ પ્રમાણે વરસાદ પડશે તેમ લાગે છે. જામનગરમાં પણ વાદળો છવાતા રહેતા હોય છે, પરંતુ વરસાદ વરસતો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech