બોખીરાની આવાસ યોજનામાં સી.સી.ટી.વી. કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરાવવી ખૂબ જ‚રી

  • May 23, 2025 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના બોખીરા વિસ્તારમાં ગરીબો માટેની આવાસ યોજના માટે સી.સી.ટી.વી. કેમેરા ઉપલબ્ધ કરાવવાની માંગણી સાથે રજુઆત થઇ છે જેમાં તાજેતરમાં જ એક બાળકનું રહસ્યમય સંજોગોમાં મોત થયુ હોવાથી એ મુદ્ાને આગળ ધરીને સી.સી.ટી.વી.ની ઉપયોગીતા સમજાવાઇ છે. 
પોરબંદરના બોખીરામાં આવેલી આવાસ યોજના ખાતે તાજેતરમાં જ એક દુર્ઘટના ઘટી હતી જેમાં લગ્નપ્રસંગે આવેલ એક બાળકનું રહસ્યમય રીતે મોત થયુ હતુ.
 નજીકની કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસ દ્વારા આ મુદ્ે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણી પણ આ વિસ્તારના લોકોએ અને મૃતકના પરિવારજનોએ કરી હતી.એ બાળકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો જેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ એફ.એસ.એલ. રીપોર્ટમાટે ગાંધીનગર સેમ્પલ મોકલવામાં આવ્યા છે તેથી આ પ્રકારના બનાવ સમયે સી.સી.ટી.વી. કેમેરા ખૂબજ ઉપયોગી સાબિત થતા  હોય છે. 
તેમ જણાવીને આ વિસ્તારના સામાજિક કાર્યકર મનોજભાઇ જુંગીએ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે બોખીરાની આવાસ યોજનામાં ૨૪૦૦ જેટલા પરિવારો વસવાટ કરે છે અને તાજેતરમાં જ બાળકનું રહસ્યમય મૃત્યુ થયુ હતુ. આ પ્રકારના બનાવ  વધુ બને નહી તે માટે અને અહીંયા દા‚ સહિત અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાથી તેના ઉપર પણ બ્રેક આવે તે માટે સી.સી.ટી.વી. કેમેરા ‚પી ત્રીજી આંખ ખૂબજ ઉપયોગી સાબિત થશે.  પોલીસ દ્વારા નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. કેમેરા કે.કે.નગરથી આવાસ યોજના સુધી ફીટ કરી આપવામાં આવે અને મહાનગરપાલિકા દ્વારા આવાસયોજના પટાંગણમાં કેમેરા ફીટ કરી દેવામાં આવે તે પ્રકારની માંગણી મનોજભાઇ જુંગી દ્વારા થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application