ગુજરાતમાં પોલીસને આપેલા ૧૦૦ કલાક પૂર્ણ થતા જ રાય પોલીસ વડા વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે પોલીસના એકશન વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર માં અસમાજીક તત્વો ની યાદી તૈયાર કરવાની સૂચના હતી. સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. છેલ્લા ૧૦૦ કલાક માં ૮૩૭૪ અસમાજીક તત્વોની યાદી તૈયાર થઈ ચૂકી છે. આ અસમાજીક તત્વો માં ૩૨૪૦ હજારથી વધુ બૂટલેગરો છે.૩૨૨ ગેમ્બલીગ ૧૩૫૫, મિલકત સંબંધી ગુનેગાર,૨૭૩૯ શરીર સંબધી ગુના કરનારા તત્વોની યાદી પણ તૈયાર કરવામાં આવી. રાયમાં ૬૮ ભૂ માફિયાની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે. તમામ પોલીસ સ્ટેશન માં તૈયાર કરેલી યાદી મુજબ હવે કાયદેસરની કાર્યવાહી શ થશે.
છેલ્લા બે દિવસ માં મોટા શહેરોમાં અસમાજીક તત્વોના ગેરકાયદેસર બાંધકામ તોડા છે. અસમાજીક તત્વો સામે કડક કાર્યવાહી હજુ પણ ચાલુ રહશે. રાયના ૧૯ અસમાજીક તત્વોની મિલકત બાબતે પણ કાર્યવાહી થશે. રાયમાં અસામાજિક તત્વો શાંત પોલીસ એકસાથે ટીમ વર્ક કરીને કાયદો વ્યવસ્થા કાબુમાં લેશે. આ તમામ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગેરકાયદે વીજ જોડાણ અને ગેરકાયદેસર બાંધકામ સામે અમદાવાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સિવાય ૨૪ જેટલા બુટલેગરોની યાદી બનાવવામાં આવી છે આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી શ થઈ ચૂકી છે. આ પૈકીના કેટલાક ગેરકાયદેસર બાંધકામ કર્યા છે તેને તોડવાનું શ થઈ ચૂકયું છે.
ગુજરાતની પ્રજા શાંતિ પ્રિય છે. આટલા મોટા રાયમાં આઠ દસ હજાર લોકો ના કારણે શાંતિ અને સલામતી જોખમાય તે યોગ્ય નથી આ તમામ તત્વો સામે શિક્ષાત્મક કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ચૂકયો છે.
આજે ગોધરામાં રાયકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં રાયના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હતા જેમાં ભવિષ્યની કામગીરીને આખરી કરવામાં આવી હતી અસામાજિક તત્વોને ઝેર કરવા માટે થઈને શિક્ષાત્મક કાર્યવાહી શ કરવામાં આવશે.તેવો રાય પોલીસ વડા વિકાસ સહાયે દાવો કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech