મેટ ગાલા 2024 ની શરૂઆત થઈ ગઈ છે અને વિશ્વભરની હસ્તીઓ ફેશનેબલ દેખાવ સાથે આ ઇવેન્ટમાં હાજર રહેતા હોય છે. પરંતુ જો એવું લાગતું હોય કે આ કાર્યક્રમમાં માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો જ ભાગ લે છે તો એ વાત ખોટી છે. આ કાર્યક્રમમાં બિઝનેસ જગતના ઘણા દિગ્ગજોએ પણ ભાગ લીધો હતો, તેમાંથી એક ભારતીય બિઝનેસ વુમન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર ઈશા અંબાણી પીરામલ છે. ઈશાએ આ પ્રોગ્રામની થીમ એટલી સારી રીતે ફોલો કરી કે દરેકના હોશ ઉડી ગયા હતા.
ઈશા અંબાણીએ મેટ ગાલામાં રાહુલ મિશ્રા દ્વારા ડિઝાઈન કરેલ સુંદર સાડી ગાઉન પહેરીને સૌને સ્તબ્ધ કરી દીધા હતા, જે આકર્ષક સિલુએટ અને ગ્લેમરનું અદ્ભુત સંયોજન હતું. તેણીની વૈશ્વિક હાજરી ભારતીય ડિઝાઇનરોને પ્રોત્સાહન આપે છે, ફેશન આઇકોન તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.
ન્યુ યોર્ક સિટીમાં યોજાયેલી સૌથી અદભૂત ઇવેન્ટ મેટ ગાલા શરૂ થઇ ગઈ છે ત્યારે ફેશન પ્રેમીઓ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટના પવિત્ર હોલમાં ભેગા થયા હતા. ફેશન અને સર્જનાત્મકતાના અનોખા સંગમને લઈને દરેક લોકો રેડ કાર્પેટ પર ચાલવા આવ્યા હતા. જ્યારે સાંજની શરૂઆત ઘણી હસ્તીઓ સાથે ફેશનેબલ નોંધ પર થઈ જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર ઈશા અંબાણી પીરામલે પણ મેટની પ્રતિષ્ઠિત રેડ કાર્પેટ પર અદભૂત દેખાવ રજૂ કર્યો હતો.
છેલ્લા ઘણા સમયથી મેટ ગાલામાં હાજર રહેતી ઈશાએ આ વખતે જાણીતા ભારતીય ડિઝાઈનર રાહુલ મિશ્રા દ્વારા હાથથી ભરતકામ કરેલું સાડી ગાઉન પહેરીને લોકોને આકર્ષિત કર્યા હતા . આ વર્ષની મેટ ગાલા થીમ "ધ ગાર્ડન ઓફ ટાઈમ" માટે રાહુલ અને ઈશાની સ્ટાઈલિશ, અનૈતા અદાજાનિયા શ્રોફે ઈશા માટે વૈવિધ્યપૂર્ણ દેખાવમાં પ્રકૃતિની ભવ્યતા અને જીવનચક્રને કેપ્ચર કર્યું હતું જેને પૂર્ણ કરવામાં 10,000 કલાકનો સમય લાગ્યો હતો.
અદાજાનિયાના જણાવ્યા મુજબ, આ દેખાવમાં રાહુલના અગાઉના સંગ્રહોમાંથી ઘટકોનો સમાવેશ કરીને બનાવવામાં આવ્યું છે. ફૂલો, પતંગિયા અને ડ્રેગન ફ્લાયની નાજુક પેટર્નને વિશિષ્ટ એપ્લીક અને ફરિશા, જરદોઝી, નકશી અને દાબકા જેવી એમ્બ્રોઇડરી તકનીકો દ્વારા કોતરણી કરીને કાળજીપૂર્વક ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવી છે. તેના ડ્રેસમાં સમાવેલા તમામ તત્વો ગ્રહની સ્થિતિ વિશે એક શક્તિશાળી વાર્તાને પ્રતિબિંબિત કરે છે અને આશા અને પુનર્જન્મનો સંદેશ આપે છે.
આ અદભૂત દેખાવ પાછળ ઘણા લોકોની કલાકોની મહેનત છે. તેનો ડ્રેસ ભારતીય કારીગરો દ્વારા હાથથી બનાવવામાં આવ્યો છે, જે સ્થાનિક કારીગરો અને દૂરના ગામડાના વણકરોએ પૂર્ણ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચંગા ગામ પાસે ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં આગ
May 23, 2025 11:40 AMબોલિવૂડ માટે આત્માને વેચવો પડે છે, સિદ્ધાંતો છોડી દેવા પડે છે: રિદ્ધિ ડોગરા
May 23, 2025 11:35 AMજામનગરમાં મહિલા પર દુષ્કર્મની ‘ઝાડું’ ફેરવનાર ‘આપ’નો કાર્યકર જેલભેગો
May 23, 2025 11:34 AMજામનગરમાં આજે માવઠાની આગાહી વચ્ચે બફારો
May 23, 2025 11:32 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech