જામનગરમાં આજે માવઠાની આગાહી વચ્ચે બફારો

  • May 23, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન ખાતા દ્વારા આગામી ૫ દિવસમાં કમોસમી વરસાદની આગાહી 

અરબી સમુદ્રમાં અપર એર સાયકલોનીક સિસ્ટમ આજથી લો-પ્રેશરમાં ફેરવાઇ શકે છે, આ સિસ્ટમને સક્રિય બનાવવા તમામ પરીબળો અનુકુળ હોવાથી ભારે પવન પણ ફુંકાઇ શકે છે, આગામી પાંચ દિવસ દરમ્યાન જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે ત્યારે વહિવટી તંત્રએ અત્યારથી જ તૈયારીઓ કરી દીધી છે.

ગુજરાત પર અરબી સમુદ્રમાં ચક્રાવાત પરીભ્રમણને કારણે વાવાઝોડાનો ભય આવ્યો છે ત્યારે પાંચ દરમ્યાન ભારે વરસાદ સાથે જોરદાર પવન પણ ફુંકાશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, જેના કારણે ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વરસાદની આગાહીથી જિલ્લાના તમામ મામલતદારોને કલેકટર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે, ઉપરાંત હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ દરમ્યાન જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. 

કલેકટર કચેરીના ક્ધટ્રોલ ‚મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૮.૪ ડીગ્રી, હવામાં ભેજ ૭૭ ટકા, પવનની ગતિ ૫૫ થી ૬૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શ‚આત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. જામનગરમાં હવામાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા થવાથી આકરા તાપ અને બફારાના બેવડા મારથી શહેરીજનો પરસેવે રેબઝેબ થઇને ત્રાહીમામ પોકારી ઉઠયા હતાં. આજે મોટાભાગના ગામડાઓમાં પણ તાપમાન ૩૮ ડીગ્રીએ પહોંચી ગયું છે. 

હવામાન ખાતાના જણાવ્યા મુજબ દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તોફાની વરસાદ થશે, અરબી સમુદ્રમાં રચાવા જઇ રહેલું આ સરકયુલેશન ચોમાસાને વહેલા આગમન માટે ચોકકસપણે લાભદાયી નિવડશે, એવી પણ વિગતો બહાર આવી છે કે, અરબી સમુદ્રમાં સંભવીત યુએસસીના કારણે કેરળમાં ચોમાસુ વહેલું બેસશે, માટે ચોમાસુ ધાર્યા કરતા આ વખતે વહેલું થવાની શકયતા છે. ગુજરાત રાજયમાં પવનની પેટર્નમાં પણ બદલાવ આવશે, વાતાવરણમાં સ્થિરતા આવશે. આ સિસ્ટમથી ગુજરાતમાં કેવી અસર પડશે તે તો આગામી સમયમાં ખબર પડશે, પરંતુ હાલ તો પાંચ દિવસ સુધી હાલારમાં ભારે પવન ફુંકાઇ શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application