પોરબંદરમાં ખાણખનીજ વિભાગ દ્વારા ખનીજચોરી અંગેની ત્રણ જગ્યાએ તપાસ હાથ ધરીને ૨૪ લાખના સાધનો કબ્જે કરવામાં આવ્યા છે.
રાતડી પાસે બિનવારસુ મુદ્ામાલ મળ્યો
કલેક્ટર એસ.ડી. ધાનાણીની સૂચના અનુસાર, ભૂસ્તરશાસ્ત્રી કિરણ પરમાર તથા પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ પોરબંદરની તપાસ ટીમ દ્વારા રાતડી ગામના સીમ વિસ્તારમાં ખનિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સરકારી વાહનોની મદદથી ૬ ચકરડી મશીનો અને ૧ ટ્રેક્ટર બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, જે બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજના ગેરકાયદેસર ખનનમાં વપરાતા હતા. તમામ મશીનરી સીઝ કરી મિયાણી મરીન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવી છે.
એરપોર્ટ પાસે કાર્યવાહી
તદઉપરાંત, એરપોર્ટથી ત્રણ માઇલ અંતરે આકસ્મિક ચેકિંગ દરમિયાન રેતી ભરેલ ટ્રક બિનઅધિકૃત રીતે ઓવરલોડ અવસ્થામાં ઝડપાઈ હતી. વાહન સીઝ કરી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું છે.
ઓડદર નજીક તપાસ
અત્રેની કચેરી દ્વારા મોજે-ઓડદર રોડ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ડમ્પર બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ સાથે બિનઅધિકૃત રીતે મળી આવ્યું હતું. ડમ્પર સીઝ કરી કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ પોરબંદર ખાતે રાખવામાં આવ્યું છે. આ વાહનના માલિક રમેશ વરજાંગભાઈ મોકરીયા હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજિત ા. ૨૪ લાખ જેટલો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આગામી પગલાં તરીકે નિયમીત કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech