વીંછિયા પોલીસ દ્વારા સઘન તપાસ કરીને આંતરજિલ્લા બાઈક ચોરી કરનાર બેલડીને ઝડપી લીધી હતી.પોલીસે બંનેની પુછતાછ કરતા આ બેલડીએ રાજકોટ,ભાવનગર,સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં ૨૭ બાઇક ચોરીના બનાવને અંજામ આપ્યાની કબુલાત આપી હતી.પોલીસે બેલડી પાસેથી રૂ.૪.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વીંછિયામાં બાઈક ચોરીના વધી રહેલા બનાવોને લઇ રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા માટે આદેશો આપવામાં આવ્યા હતા. જેને લઈ ડીવાયએસપી સીમરન ભારદ્વાજ,કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ વીંછિયા પોલીસ મથકના પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં વીંછીયા પોલીસની ટીમે નજીક રોડ સાઇડના અલગ-અલગ 15 જેટલી જગ્યાઓના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. દરમિયાન વિંછીયાના થોરીયાળી ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ સમયે બાઇકમાં બે શખસ પ્લાસ્ટીકની કોથળીમાં બાઇકનુ શંકાસ્પદ એન્જિન લઇને નીકળ્યા હતા. જેને લઈને તેની પાસેના બાઇકના રજીસ્ટ્રેશન નં. જીજે -04-બીકયુ -6517 ને પોકેટ કોપ તથા તેઓના નામોને ઇ-ગુજકોપમા સર્ચ કરતા બંને શખસો મિલકત સંબંધિત ગુનાહિત ઇતિહાસ ધરાવતા જણાઇ આવ્યા હતા. જેથી, બંને શખસો હરેશ ઉર્ફે હરીભાઈ પ્રેમજીભાઇ મેટાળીયા(ઉ.વ ૪૭) અને બાસીત એહમદભાઇ મારૂ(ઉ.વ ૩૯રહે.બંને ધંધુકા, અમદાવાદ ) ને ઝડપી લીધા હતાં.
બંને આરોપીની સઘન પૂછપરછ કરતા આ પૈકી એક શખસ હરેશ પ્રેમજીભાઇ મેટાળીયાએ રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિત અલગ-અલગ જીલ્લામાંથી 27 હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરીઓ કર્યાનું કબૂલ્યું હતું. તેની સાથેના શખસ બાસીત એહમદભાઇ મારૂએ તે તમામ મોટર સાયકલ હરેશ પાસેથી મેળવી પોતાના ગેરેજે લાવી કટીંગ કરી અલગ-અલગ સ્પેર પાર્ટ્સમાં કરી વેચી દીધાની કબૂલાત પણ આપી હતી. જેથી, આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હરેશ બાઇક ઉઠાવતો, ગેરેજ સંચાલક તેના પાર્ટસ વેચતો
આરોપી હરેશ મેટાળીયા દિવસના સમયે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના વિસ્તારોની વિવિધ જગ્યાઓ પર ફરતો હતો. જ્યાં પોતાની સાથે મોટર સાયકલની એક માસ્ટર ચાવી રાખી જાહેરમાં પડેલ સ્પ્લેન્ડર મોટર સાયકલના લોકનું અનલોક કરતો હતો. બાદમાં જુના તથા ઘસારો પડેલ લોકવાળા સ્પ્લેન્ડર બાઇકના લોક પોતાની પાસે રહેલ ચાવી દ્વારા ખોલી મોટર સાયકલ ચાલુ કરી ચોરી કરી લઇ જઇ બાસીત એહમદભાઇ મારૂનાં ગેરેજમાં લાવતો હતો. જ્યાં બંને મળીને મોટર સાયકલના સ્પેરપાર્ટ્સને અલગ કરી વેચી નાખતા હતાં.
બંને આરોપીઓનો ગુનાહિત ભુતકાળ
બાઇક ચોરીમાં ઝડપાયેલા આરોપી હરેશ મેટાળીયા સામે સુરેન્દ્રનગર, ધંધુકા, બોટાદ, ધોળા રેલવે પોલીસ સહિતના પોલીસ સ્ટેશનમાં મળી ચોરીના આઠ ગુના નોંધાઇ ચૂકયા છે.જયારે બાસીત સામે કડી અને સુરેન્દ્રનગર પોલીસ મથકમાં ચોરીનો ગુના નોંધાઇ ચૂકયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech