ધર્મગુરુ શહેરવારા સાંઈના સાનિધ્યમાં સંકલ્પ લઇ ચાલીહા સાહેબ વ્રતના કઠોર નિયમો પાડી જપ - તપ સાથે સાધનામાં જોડાયા
જામનગર શહેરમાં ગઈકાલે સાંજે સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ચાલીહા મહોત્સવને લઈ અનેરો ઉમંગ ઉત્સાહ સાથે ઘર ઘર પરિવારો માં સવાર થી સંકલ્પ સાથે કઠોર નિયમ પાળી પૂજા અર્ચના માં જોડાયો હતો શમી સાંજે પરમ પુજનીય સંત સાંઈ શહેરાવાળાજીના સાનિધ્ય માં ચાલીહા સાહેબ વ્રત પ્રારંભ કાર્યક્રમનું જામનગર સિંધી સમાજના નેજા હેઠળ એસ.એસ.ડબલ્યુ સાંઈ પરીવાર અને સંત કંવરરામ મંડળ દ્વારા આયોજન કરાયું હતું.
કાર્યક્રમની કલાકોમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અડગ મન સાથે મોટી સંખ્યા માં સમાજ ના યુવા ભાઈઓ બહેનો વડીલો કાર્યક્રમ માં જોડાયા હતા. ચો મેર જય ઝુલેલાલ-જય ઝુલેલાલના નારાઓ સાથે વાતાવરણ ખીલી ઉઠ્યું હતું સૌ નાચી ઝુમી ઉઠ્યા અને શહેરાવાળા સાંઈ જીનું ફૂલોની વષર્િ સાથે શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતે પૂજનીય શહેરાવાળા સાંઈજી દ્વારા પરંપરાગત ઇષ્ટદેવ ભગવાનશ્રી ઝુલેલાલ જીનાં સ્તુતિ આરાધના સાથે વિધિવત ઇષ્ટદેવનું સ્વરૂપ ભેરાણા સાહેબ પૂજન અર્ચન કરી સત્સંગ - પ્રવચનનું કાર્યક્રમ શ્રી ગણેશ કરાયું હતું. જેમાં ચાલીહા સાહેબની મહાનતા તેમજ મહિમા પ્રવચન તેમજ વ્રત નિમિતે ને મટકી પ્રસાદ આપી હતી સમગ્ર સમાગમ માં સમસ્ત સિંધી સમાજ ઇષ્ટદેવની ભક્તિમાં લિન થઈ ભાવવિભોર બન્યું હતું.
સાંઈજીના સત્સંગ ભજનથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.જામનગર સિંધી સમાજના વિખ્યાત કલાકાર સિંગર વિનુભાઈ જાંગિયાણી અને તેની સમગ્ર ટીમ દ્વારા ભાત ભાતના સંગીતથી સૌને રીઝવ્યા હતા જેમાં સિંધી તાલ ઝમટ પર સારો સિંધી સમાજ જૂમી ઉઠયો સમગ્ર ભક્તિમય જશ્ન સાથે સમસ્ત સિંધી સમાજ દ્વારા જપ તપ સાધના સનો સંકલ્પ લઇ 40 દિન ના વ્રતના અનુષ્ઠાનમાં બંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech