ભારતે ત્રીજી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 23 રનના અંતરથી હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે 5 મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માટે કેપ્ટન શુભમન ગિલે 66 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ તેની ફિફ્ટી ચૂકી ગયો હતો તેમણે 49 રનની શાનદાર ઇનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલે પણ 36 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને 182 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વે આ વખતે પણ ખરાબ શરૂઆત બાદ રિકવર કરી શકી નહોતી.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. ભારતે આપેલા સ્કોરનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 159 રન જ બનાવી શક્યું હતુ.
ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. આ પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે બીજી T20 મેચમાં જોરદાર વાપસી કરીને મેચ 100 રનથી જીતીને શ્રેણીમાં 1-1ની બરાબરી હાંસલ કરી હતી. હવે ત્રીજી T20 મેચ આજે એટલે કે 10 જુલાઈએ રમાઈ હતી. જેમાં ભારતે ઝિમ્બાબ્વેને ત્રીજી T20માં 23 રને હરાવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech