ઇશાન કિશનના પિતા પ્રણવ પાંડે JDU ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ઇશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડે ઉર્ફે ચુન્નુ આજે તેમના સમર્થકો સાથે JDUમાં જોડાશે. બપોરે 3 વાગ્યે JDU કાર્યાલયમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં JDUના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા અને પ્રદેશ અધ્યક્ષ ઉમેશ સિંહ કુશવાહા તેમને રાજકારણમાં ડેબ્યૂ કરશે.
દુનિયાભરમાં એવા ઘણા ક્રિકેટરો છે જેમણે ક્રિકેટમાં ચમક્યા બાદ રાજકારણમાં પણ જોરદાર ઇનિંગ્સ રમી હતી. આમાં કેટલાક એવા ક્રિકેટરો હતા જેમના પરિવારજનોનું રાજકારણ સાથે જોડાણ હતું પરંતુ તેઓ ક્રિકેટમાં તેમના સપના પૂરા કરવા માટે મક્કમ હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈશાન કિશનના પિતા જે ચુન્નુ નામથી ઓળખાય છે. તેઓ આજે રાજકારણમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. બિહારમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જે પહેલા ઈશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડે આજે બિહારની સત્તાધારી JDUમાં સામેલ થવા જઈ રહ્યા છે.
ઇશાન કિશનના પિતા પ્રણવ પાંડે JDUમાં જોડાશે!
બિહારની ચાર વિધાનસભા સીટો પર 13 નવેમ્બરે મતદાન થવાનું છે. આ સાથે જ બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ઇશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડે બપોરે 3 વાગ્યે JDU ઓફિસમાં આયોજિત મીટિંગમાં જનતા દળ યુનાઇટેડની સદસ્યતા લેતા જોવા મળશે.
પ્રણવ પાંડે ભારતીય ક્રિકેટર ઈશાન કિશનના પિતા છે. તે વ્યવસાયે બિલ્ડર છે. તે બિહારમાં તેના પરિવાર સાથે રહે છે, જ્યાં તે મેડકિલ સ્ટોર ચલાવે છે. પ્રણવ પાંડે બ્રાહ્મણ પરિવારના છે. એવી અટકળો ચાલી રહી છે કે બિહારના સીએમ નીતિશ કુમાર આજે આગામી રાજ્યની ચૂંટણીમાં નવાદા અથવા ઓબ્રા વિધાનસભા બેઠક પરથી પ્રણવ પાંડેને મેદાનમાં ઉતારી શકે છે.
પ્રણવ પાંડેની માતા સાવિત્રી શર્મા નવાદાના ભૂતપૂર્વ સિવિલ સર્જન તેમજ પ્રખ્યાત મહિલા ડૉક્ટર છે. પ્રણવ કુમારના પિતા રામઉગ્રહ સિંહ ગોરડીહામાં રહે છે અને ખેતી કરે છે.
ઈશાન કિશન ઈન્ડિયા-એ ટીમનો ભાગ
ઈશાન કિશન બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ નથી. હાલમાં તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી 15 સભ્યોની ભારત A ટીમનો ભાગ છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર ઈશાન કિશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પટનાથી ઓસ્ટ્રેલિયા જતા સમયે કારમાં બેઠો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેની માતા અને દાદી તેને ખૂબ જ પ્રેમ કરતા જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech