ચીનથી પરત ફર્યા બાદ માલદીવના રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મુઈઝુ કડક વલણ દાખવી રહ્યા છે. મુઈઝુ એ ભારતને ૧૫ માર્ચ સુધીમાં માલદીવમાં તૈનાત તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા કહ્યું છે. લગભગ બે મહિના પહેલા રાષ્ટ્ર્રપતિ બન્યા બાદ મુઈઝુએ માલદીવમાં તૈનાત અન્ય દેશોના સૈનિકોને હટાવવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં ઇન્ડિયા આઉટ જેવા સ્લોગન પણ આપ્યા હતા. એક દિવસ પહેલા, તેમણે ભારતનું નામ લીધા વિના કહ્યું હતું કે માલદીવને ધમકી આપવાનો કોઈ દેશને અધિકાર નથી.
માલદીવ ભારત અને ચીન બંને માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. ૮૮ જેટલા ભારતીય સૈનિકો ૨૦૧૩થી અહીં લામુ અને અડ્ડત્પ ટાપુઓ પર તૈનાત છે. માલદીવમાં ભારતીય મરીન પણ તૈનાત છે. ભારતીય નેવીએ ત્યાં ૧૦ કોસ્ટલ સર્વેલન્સ રડાર લગાવ્યા છે. કાર્યભાર સંભાળ્યા પછી, મુઇઝુએ જાહેરાત કરી કે તેમની પ્રાથમિક જવાબદારી હિંદ મહાસાગર દ્રીપસમૂહમાં વિદેશી લશ્કરી હાજરીને દૂર કરવાની છે. માલદીવના રાષ્ટ્ર્રપતિ બન્યા બાદ મુઈઝુએ ભારતને માલદીવમાંથી સૈનિકો હટાવવાની ઔપચારિક વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો દેશ તેની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ જાળવી રાખવા માટે કોઈપણ વિદેશી લશ્કરી હાજરીથી મુકત છે તેની ખાતરી કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે.
માલદીવ મીડિયાએ ત્યાંની સરકારને ટાંકીને કહ્યું કે હાલમાં ૮૮ ભારતીય સૈનિકો માલદીવમાં હાજર છે. બંને દેશો વચ્ચે સૈનિકો પાછા ખેંચવા અંગે ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિએ ગઈકાલે માલદીવના વિદેશ મંત્રાલય સાથે તેની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના હાઈકમિશનર મુનુ મહાવર પણ હાજર હતા.
રાષ્ટ્ર્રપતિ મુઈઝુએ કહ્યું હતું– આ મુદ્દે ભારત સરકાર સાથે ચર્ચા થઈ છે. ભારત સૈનિકો પાછા ખેંચવા માટે સંમત થઈ ગયું છે. વિકાસ પરિયોજનાઓને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા માટે પણ સહમતિ બની છે.
ભારતે ૨૦૧૦ અને ૨૦૧૩માં માલદીવને બે હેલિકોપ્ટર અને ૨૦૨૦માં એક નાનું એરક્રાટ ભેટમાં આપ્યું હતું. આને લઈને માલદીવમાં ભારે હોબાળો થયો હતો. મુઈઝુના નેતૃત્વમાં વિપક્ષે તત્કાલીન રાષ્ટ્ર્રપતિ સોલિહ પર 'ઈન્ડિયા ફસ્ર્ટ' નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.
ભારતનું કહેવું છે કે ભેટમાં મળેલા એરક્રાટનો ઉપયોગ સર્ચ–એન્ડ–રેસ્કયૂ ઓપરેશન્સ અને દર્દીઓના પરિવહન માટે થવાનો હતો. માલદીવની સેનાએ ૨૦૨૧માં કહ્યું હતું કે આ વિમાનના ઓપરેશન અને સમારકામ માટે ૭૦થી વધુ ભારતીય સેનાના જવાનો દેશમાં હાજર છે. આ પછી માલદીવના વિરોધ પક્ષોએ 'ઈન્ડિયા આઉટ' અભિયાન શ કયુ. તેમની માંગ એવી હતી કે ભારતીય સુરક્ષા દળોના જવાનોએ માલદીવ છોડવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech