દેશમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં ભારતીય અબજોપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે અને તેમની સંપત્તિમાં ૩ ગણો વધારો થયો છે.સ્વિસ બેંક યુબીએસના અહેવાલ મુજબ અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજા સ્થાને પહોચી ગયું છે, તેનાથી વિપરીત વૈશ્વિક સ્તરે અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. દેશમાં અબજોપતિઓ અને અબજોપતિઓની સંપત્તિ ઝડપથી વધી રહી છે.ગયા નાણાકીય વર્ષમાં ભારતીય અબજોપતિઓની સંપત્તિ ૪૨% વધીને ૯૦૫ અબજ ડોલરથી વધુ થઈ ગઈ છે. યુબીએસ બિલિયોનેર એમ્બિશન્સ રિપોર્ટ જણાવે છે કે છેલ્લા ૧૦ વર્ષેામાં ભારતીય અબજોપતિઓની સંખ્યા બમણીથી વધીને ૧૮૫ થઈ ગઈ છે. એપ્રિલ ૨૦૨૪ ના અતં સુધીમાં, તેમની સંયુકત સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો હતો જે ૨૬૩% નો વધારો સૂચવે છે.
આ ક્ષેત્રોમાં અબજોપતિઓ વધ્યા
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાના ટોચના સ્તર પર પહોંચે છે તેમ તેમ પારિવારિક વ્યવસાયો ઝડપથી વધી રહ્યા છે. આમાં, એવા વધુ વ્યવસાયો છે જેમની કંપનીઓ શેરબજારમાં સૂચિબદ્ધ છે. છેલ્લા દાયકામાં આવા પારિવારિક ઉધોગપતિઓને કારણે ભારતીય અબજોપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ વ્યવસાયોમાં મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ્સ, એયુકેશન ટેકનોલોજી, ફાયનાન્સિયલ ટેકનોલોજી, ફૂડ ડિલિવરી વગેરેનો સમાવેશ થાય છે.
વિશ્ર્વમાં અબજોપતિની સંપત્તિમાં ઘટાડો
ભારતમાં અબજોપતિઓની સંપત્તિ વધી રહી છે ત્યારે વૈશ્વિક અબજોપતિઓની સંપત્તિમાં વૃદ્ધિ ધીમી પડી છે. ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં વધારો ભારતીય ઉધોગસાહસિકોની સતત ગતિશીલતા અને દેશના અનુકૂળ આર્થિક વાતાવરણને આભારી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ અસાધારણ આર્થિક વૃદ્ધિનો સમય રહ્યો છે, તેના બે કાર્યકાળ દરમિયાન, મોદી સરકારે માળખાકીય સુધારાઓ રજૂ કર્યા. આનાથી દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં મદદ મળી છે.
અબજોપતિઓની સંખ્યા કેટલી વધી
૨૦૧૫ અને ૨૦૨૪ ની વચ્ચે વૈશ્વિક અબજોપતિઓની સંપત્તિ ૧૨૧% વધીને ૧૪ ટિ્રલિયન થવાની તૈયારીમાં છે, જે એમએસસીઆઈ એસી વલ્ર્ડ ઈન્ડેકસમાં ૭૩% વધારાને પાછળ છોડી દે છે. તે જ સમયે, અબજોપતિઓની સંખ્યા ૧૭૫૭ થી વધીને ૨૬૮૨ થઈ ગઈ. વર્ષ ૨૦૨૧માં અબજોપતિઓની સંખ્યા ૨૬૮૬ હતી. બીજી તરફ, વૈશ્વિક સ્તરે અબજોપતિઓની સંપત્તિમાં વાર્ષિક ધોરણે ૧%નો વધારો થયો છે, જે ૨૦૧૫ અને ૨૦૨૦ વચ્ચેના ૧૦% દર કરતા ઓછો છે.ચીનમાં અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો છે. ચીનના અબજોપતિઓની સંપત્તિ ૨૦૨૦ની ટોચની ૨.૧ ટિ્રલિયન ડોલરથી ૧૬% ઘટી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની આડોડાઈ: ઈન્ડીગોના ૨૨૭ યાત્રીના જીવ જોખમમાં મુક્યા
May 23, 2025 01:57 PMજામજોધપુર પંથકને માવઠાનો માર: એક ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ...
May 23, 2025 01:17 PMરંગમતિ ડીમોલીશન પાર્ટ-૨: ૩૩ બાંધકામો પર બુલડોઝર
May 23, 2025 01:15 PMદડીયા ગામમાં મહિલા બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પડાયું
May 23, 2025 01:01 PMખંભાળીયામાં અસામાજીક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર
May 23, 2025 12:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech