યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ પેલેસ્ટાઇન દ્રારા પ્રસ્તાવિત ડ્રાટ ઠરાવને અપનાવ્યો હતો, જેમાં ઇઝરાયેલને કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશોમાં તેની ગેરકાયદેસર હાજરી સમા કરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવને ૧૨૪ વોટનું સમર્થન મળ્યું હતું, યારે ભારત સહિત ૪૩ દેશોએ વોટિંગથી દૂર રહ્યા હતા. યારે ઈઝરાયેલ, અમેરિકા અને અન્ય ૧૨ દેશોએ તેની વિદ્ધમાં વોટ આપ્યો.
યુએનજીએમાંથી ઠરાવ પસાર કર્યા પછી, ઇઝરાયેલ વૈશ્વિક મચં પર અલગ પડી ગયું છે. યુએનજીની બેઠક માટે વૈશ્વિક નેતાઓ ન્યૂયોર્ક પહોંચી રહ્યા છે ત્યારે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહત્પ ૨૬ સપ્ટેમ્બરે ૧૯૩ સભ્યોની મહાસભાને સંબોધિત કરશે, તે જ દિવસે પેલેસ્ટાઈનના રાષ્ટ્ર્રપતિ મહમૂદ અબ્બાસ પણ ત્યાં હાજર રહેશે.
આ ઠરાવ જુલાઈમાં ઇન્ટરનેશનલ કોર્ટ આફ જસ્ટિસ દ્રારા આપવામાં આવેલી સલાહને આવકારે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે પેલેસ્ટિનિયન પ્રદેશો અને વસાહતો પર ઇઝરાયેલનો કબજો ગેરકાયદેસર છે અને તેને ખાલી કરી દેવો જોઇએ. ઇન્ટરનેશનલ કોર્ટે કહ્યું હતું કે આ કામ શકય તેટલું જલ્દી કરવું જોઈએ. જો કે, યુએનજીએ દ્રારા પસાર કરાયેલા ઠરાવમાં આ માટે ૧૨ મહિનાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જનરલ એસેમ્બલીનો ઠરાવ સભ્ય દેશોને ઇઝરાયલી વસાહતોમાં બનાવેલા ઉત્પાદનોની આયાતને રોકવા માટે અને શક્રો, દાગોળો અને સંબંધિત સાધનો પર પ્રતિબધં મૂકવા માટે કહે છે આ ઠરાવથી પેલેસ્ટાઈનનો મુદ્દો ફરી એકવાર ઉભો થયો છે એટલું જ નહીં, આંતરરાષ્ટ્ર્રીય સમુદાયને ઈઝરાયેલના કબજા સામે કડક પગલાં લેવાની અપીલ પણ કરવામાં આવી છે. આને રાજકીય મોરચે પેલેસ્ટાઈનની જીત તરીકે જોવામાં આવી રહ્યું છે, યારે ઈઝરાયેલ અને તેના સમર્થક દેશો તરફથી પડકાર વધી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રથમવાર 6 મહિલાઓએ સાથે કરી સ્પેસની સફર, હોલીવુડ સિંગર કેટી પેરી પણ હતી સામેલ
April 14, 2025 08:07 PMગુજરાત બોર્ડ ધોરણ 10-12ના પરિણામ આવશે વહેલા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી
April 14, 2025 07:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech