છઠ્ઠા તબક્કામાં 3 વાગ્યા સુધીમાં 8 રાજ્યમાં સરેરાશ 49.20% મતદાન, આ રાજ્યમાં સૌથી વધુ

  • May 25, 2024 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ તબક્કામાં આઠ  રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં 11 કરોડથી વધુ મતદારો કુલ 889 ઉમેદવારોનું ભાવી નિશ્ચિત કરશે, જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રી, ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી કંગના રનૌત સહિતના ફિલ્મ સ્ટાર્સનો સમાવેશ થાય છે.

છઠ્ઠા તબક્કામાં ભાજપ સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા બ્લોકના અન્ય પક્ષોના અનેક અગ્રણી નેતાઓનું નસીબ દાવ પર લાગ્યું છે. છઠ્ઠા તબક્કાના મતદાનમાં કુલ 58 બેઠકોમાંથી 15 બેઠકો પરની ચૂંટણી હાઈપ્રોફાઈલ હોવાનું મનાય છે, જેમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે.  હરિયાણામાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. હરિયાણામાં કેન્દ્રિય મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી ઉપરાંત મંડી બેઠક પરથી અભિનેત્રી કંગના રનૌતે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે ત્યારે આખા દેશની નજર આ બેઠક પર રહેશે. બીજીબાજુ હરિયાણાની કરનાલ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર તથા કુરુક્ષેત્ર બેઠક પરથી ઉદ્યોગપતિ નવીન જિંદાલ પહેલી વખત ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે. રોહતક બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા ચૂંટણી મેદાનમાં છે.


ચૂંટણી પંચે 3 વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર કરી દીધા છે. ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઊંચો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન પ.બંગાળમાં 70.19% નોંધાયું છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 43.95% નોંધાયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો 3 વાગ્યા સુધીમાં 49.20% મતદાન નોંધાઈ ચૂક્યું છે.



રાજ્ય            મતદાનની ટકાવારી

બિહાર                    45.21%

હરિયાણા                46.26%

જમ્મુ-કાશ્મીર          44.41%

ઝારખંડ                  54.34%

દિલ્હી                     44.58%

ઓડિશા                 48.44%

યુપી                        43.95%

પ.બંગાળ                 70.19%



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application