ચિટીંગ કરેલી રકમ આપવી ન પડે માટે ધમકી મળી રહી હોવાના આક્ષેપ: જામનગરના બ્રાસના વેપારી સાથે 13 લાખનું ચિટિંગ કરતા શખ્સની ધરપકડ : બ્રાસનો ભંગાર ખરીદ કયર્િ બાદ અડધી રકમ આપીને બાકીની રકમનો ત્રાહિત વ્યક્તિનો બોગસ ચેક આપી છેતરપિંડી આચરી : ચિટરનો ભોગ બનનાર અન્યને આગળ આવવા અપીલ
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટના ભંગારની લેતી દેતીનું કામ સંભાળતા બ્રાસપાર્ટના એક વેપારીએ પોતાની સાથે છેતરપિંડી કરવા અંગે જામનગરના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોતાની પાસેથી બ્રાસનો ભંગાર ખરીદ કયર્િ પછી અડધી રકમ ચૂકવીને બાકીની રકમનો ત્રાહિત વ્યક્તિનો ખોટો ચેક આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જે ફરીયાદના આધારે પોલીસે આરોપીને પકડી લીધો છે અને પુછપરછ કરતા ચિટીંગની રકમ આપવી ન પડે એ માટે લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે ધમકીનો આક્ષેપ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે આ શખ્સના રીમાન્ડ લેવા તજવીજ ચલાવવામાં આવી રહી છે.
જયારથી લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ફિલ્મ સ્ટાર સલમાન ખાનને ધમકીઓ આપવાનું શ થયું અને ખાસ કરીને મહારાષ્ટ્રના દિગ્ગજ રાજકારણી બાબા સીદીકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઇનું નામ વધુ ગાજતું થયું છે અને આ પછી દેશમાં ઘણા સ્થળે માત્ર લોરેન્સ બિશ્નોઇના નામનો ઉપયોગ કરીને ફાંદેબાજો પોતાનું ધાર્યુ કરાવવા પ્રયત્ન કરી રહયા છે, આ પહેલા પણ સલમાન ખાનના શુટીંગ સ્થળે એક શખ્સ અંદર ઘુસ્યો હતો અને સિકયુરીટીએ રોકતા પોતે લોરેન્સ ગેંગનો હોવાની ધમકી આપી હતી, આ ઉપરાંત પણ અનેક કિસ્સા એવા બન્યા છે જેમાં તાજા તાજા ડોન સાબીત થયેલા લોરેન્સના નામે ચરી લેવા ઘણાં બધા તરકટ રચાયા છે, આવો જ કાંઇક પ્રયાસ જામનગરમાં કરાયો હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની તેમજ જામનગરના ઉદ્યોગનગરમાં મોદી મેટલ્સ નામની બ્રાસની પેઢી ચલાવતા અંતિમભાઈ ઠાકોરદાસ મોદીએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે રૂપિયા 13 લાખથી વધુની છેતરપિંડી કરવા અંગે જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આશિષ એવન્યુ ફલેટ નં. 102 ખાતે રહેતા સાગર કાભાઈ નંદાણીયા તથા તપાસમાં જે ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત જુન માસ દરમિયાન ફરિયાદી અંતિમભાઈ પાસે આરોપી સાગરે બ્રાસનો ભંગાર ખરીદ કરવા માટે આવ્યો હતો, અને તેણે બ્રાસનો ભંગાર ખરીદ કર્યો હતો, અને તે પૈકી અડધી રકમ આપી હતી. તેમજ મોદી મેટલ્સ નામની પેઢીનું બીલ અને જીએસટી નંબર મેળવી લીધા હતા તેમજ ફરીયાદીને આપવાના બાકીના પૈસાના બદલે અન્ય પેઢીના નામનો ચેક આપી જે ચેકમાં આરોપીએ પોતાની સહી કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.
ફરીયાદીની પેઢીના જીએસટી નંબર તથા પેઢીના નામ આધારે આરોપી સાગરે આશાપુરા મેટલ નામની પેઢીમાથી આશરે 2500 કીલો બ્રાસપાર્ટના ભંગારની ખરીદી કરી ફરીયાદી પાસેથી અગાઉ લીધેલ બ્રાસ ભંગારના બાકી નીકળતા પૈસા નહી ચુકવી ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરી હતી.
જેથી સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સાગર કાભાઈ નંદાણીયા સામે આઇપીસી કલમ 406, 420, 468 અને 120-બી હેઠળ ગુનો નોંધ્યો છે. ફરીયાદના આધારે સીટી-સી ડીવીઝનના પીઆઇ જે.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોહીલ અને સ્ટાફ દ્વારા આરોપીનું પગે દબાવવામાં આવ્યુ હતું અને સાગર નંદાણીયાને પકડી પાડી રીમાન્ડ પર લેવાની તજવીજ ચલાવવામાં આવી રહી છે.
પોલીસ સુત્રો માંથી વધુમા જાણવા મળ્યા મુજબ સાગર નંદાણીયા જેણે પોતાને લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી મળી રહી છે અને આ બાબતે જાણકારી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજવા કાગળ ફરતુ પણ કર્યુ હતું દરમ્યાનમાં આ પ્રેસ કોન્ફરન્સ રદ કરી નાખવામાં આવી છે એવું પણ જાહેર કર્યુ હતું. ધમકીના આક્ષેપવાળી વાત વહેતી થતા પોલીસ હરકતમાં આવી હતી અને ઉંડાણપુર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પુછપરછમાં ધમકી બાબતે તરકટ કર્યુ હોવાનું સામે આવ્યું છે.
આરોપી સાગર નંદાણીયાનો અન્ય કોઇ ચીટીંગનો ભોગ બન્યા હોય એવા લોકોએ આગળ આવવા માટે આહવાન પોલીસ દ્વારા કરાયું છે. એવી પણ વિગત જાણવા મળી છે કે અમદાવાદના એક વેપારી સાથે પણ ચિટીંગ કરાયુ હોવાનું જાણવા મળ્યું છે જે દીશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. આ સમગ્ર પ્રકરણ દરમ્યાન એવી વિગતો સામે આવી હતી કે પોતે ચિટીંગ કરેલી રકમ આપવી ન પડે તે માટે આ પ્રકારનું કરતુત કરી રહયો હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઉંડાણપુર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમિલ્કતવેરા વળતર યોજનામાં ૭ દિવસમાં ૪૪,૪૦૯ કરદાતાએ રૂ.૨૩.૧૯ કરોડ ભર્યા
April 15, 2025 03:13 PMમહુવાના ડોળિયા અને પિંગ્લેશ્ર્વરની વચ્ચે એટલે સમુદ્ર કાચબો મળી આવ્યો
April 15, 2025 03:12 PMભાવનગર અને મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો
April 15, 2025 03:12 PMશેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1749 પોઈન્ટ અપ
April 15, 2025 03:10 PMએમ.કે. સ્ટાલિને તમિલનાડુ વિધાનસભામાં રાજ્યને સ્વાયત્ત બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો
April 15, 2025 03:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech