લોકસભા ચૂંટણી 2024માં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ એનડીએ ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ સાંજે 7:15 વાગ્યે વડાપ્રધાન તરીકે શપથ લેશે અને તેમની સાથે 40 અન્ય સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકશે. TDP અને JDUમાંથી 2-2 અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કુલ 8000 મહેમાનો હાજરી આપી શકે છે. તેમની વચ્ચે ઘણા વિદેશી મહેમાનો છે.
રાષ્ટ્રપતિ ભવન ખાતે મહેમાનોનું આગમન શરૂ
વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને નવા મંત્રી પરિષદના સભ્યોને આશીર્વાદ આપવા માટે ટ્રાન્સજેન્ડર સમુદાયના લગભગ 50 લોકોને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. સમારોહ પહેલા ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ સામાજિક ન્યાય અને અધિકારીત
અજિત પવાર સહિતના દિગ્ગજોનું આગમન
સમારોહમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વડા અજિત પવાર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા સહિતના દિગ્ગજો પહોંચી ગયા છે.
જગદગુરુ રામભદ્રાચાર્ય વડાપ્રધાન-નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. આ ઉપરાંત ભાજપ નેતા ગિરિરાજ સિંહ, નિર્મલા સિતારામન, હરદીપ સિંહ પુરી, ભાજપના વિજેતા સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વિજેતા સાંસદ શિવરાજ સિંહ ચૌહાણ સહિતના દિગ્ગજો સમારોહમાં પહોંચી ગયા છે.
ચિરાગ પાસવાન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
ચિરાગ પાસવાન માતા સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. તેઓ આજે મંત્રી પદના શપથ લેશે. ચિરાગે કહ્યું કે, વડાપ્રધાને અમારામાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે અમે નિશ્ચિતપણે ખરા ઉતર્યા છીએ. આજે મંત્રી બનવા જઈ રહ્યા છીએ. ચિરાગ પાસવાનની માતા રીના પાસવાને કહ્યું કે, આ અમારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે કે, પુત્ર મંત્રી બનવા જઈ રહ્યો છે.
10 વર્ષમાં જે કામો કર્યા છે, તે ચાલુ રાખીશું : જી.કિશન રેડ્ડી
તેલંગાણા ભાજપના પ્રમુખ જી.કિશન રેડ્ડીએ કહ્યું કે, મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેનાર બીજા વ્યક્તિ હશે. નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં દેશમાં ભ્રષ્ટાચાર રોકવા, આતંકવાદને રોકવા, ગરીબોની સેવા કરવા માટે જે પણ કામ કર્યું છે તે આગામી 5 વર્ષમાં વધુ જોશ સાથે ચાલુ રહેશે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા શપથ લેશે
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ મોદી કેબિનેટનો હિસ્સો હશે. તેઓ આજે મોદી અને અન્ય સાંસદો સાથે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે. આ પહેલા જેપી નડ્ડા 2014માં પણ મોદી કેબિનેટનો હિસ્સો રહી ચૂક્યા છે.
મોદીએ અમને 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવા કહ્યું : ટીડીપી સાંસદ
નરેન્દ્ર મોદી સાથે ચા બેઠકમાં હાજરી આપ્યા બાદ ટીડીપી સાંસદ ચંદ્ર શેખર પેમ્માસાનીએ કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીએ અમને કહ્યું છે કે, અમારે કેવું વર્તન કરવું જોઈએ, કારણ કે અમે જે પણ કરીશું તે લોકો જોશે. તેમણે અમને 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવા પણ કહ્યું હતું.’
ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર રવિ કિશન પહોંચ્યા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ ગણાતા ગોરખપુરથી સતત બીજી વખત લોકસભા ચૂંટણી જીતીને ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર રવિ કિશન સંસદમાં પહોંચ્યા છે. મોદી 3.0ના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચેલા રવિ કિશને વિપક્ષ પર કટાક્ષ કર્યો છે કે, એવું સાંભળવા મળ્યું છે કે, ઘણા લોકોને વાઈના હુમલા થઈ રહ્યા છે.
ભારતીયોએ ફરી એક મજબૂત સરકાર પસંદ કરી : કૈલાશ ખેર
લોકપ્રિય ગાયક કૈલાશ ખેરે કહ્યું કે, ભારત અને તમામ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓએ ફરી એકવાર મજબૂત સરકાર પસંદ કરવાનો પ્રયાસ કર્યો છે. જો વધુ મતદાન થયું હોત તો વધુ સારા પરિણામો આવ્યા હોત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech