કોઇપણ રેલવે સ્ટેશનથી નોંધાવી શકાશે ‘૦’ એફઆરઆઇ રેલ્વેના જુદા જુદા પ્રશ્ર્નો સંદર્ભે વડાપ્રધાન અને કેન્દ્રીય રેલ્વે મંત્રીનો આભાર માનતા જામનગર-દ્વારકા સાંસદ

  • April 03, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧ર-જામનગર લોકસભા વિસ્તારના લોકપ્રિય અને લોકોના પ્રશ્ર્ને હંમેશા જાગૃત રહેતા સંસદસભ્ય પૂનમબેન માડમએ રેલવે ક્ષેત્રે સલામતિ સહિતની સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે ભારત સરકારે લીધેલા પગલાઓની બાબતે સંસદમાં પ્રશ્ર્નો પુછ્યા હતા તેમજ સાંસદ પૂનમબેન માડમએ વિશાળ નેટવર્ક ધરાવતા ભારતીય રેલ્વેની વધતી સુસજ્જતા અને સલામતિ અંગે પ્રધાનમંત્રી નરન્દ્રભાઇ મોદી અને રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવજીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાંસદ પૂનમબેન માડમના રેલ્વેને લગત જુદા જુદા પ્રશ્ર્નો સંદર્ભે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ વિગતવાર પ્રત્યુતર સંસદમાં આપ્યા હતા.


રેલવે મુસાફરી દરમ્યાન ક્યાંય ફરીયાદ કે ગુનો નોંધાવવાનો થાય ત્યારે લોકોને હાલાંકી ન પડે તે માટે નવા ફોજદારી કાયદાઓ મુજબ જે તે રાજ્યોની રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ સંકલન સાધી રહી છે જેથી આગામી દિવસોમાં રેલવે યાત્રા દરમીયાન કોઇપણ સ્ટેશનેથી ‘૦’ એફઆરઆઇ નોંધાવાઇ શકાશે.


રેલવે અકસ્માતો અને દુર્ઘટનાઓ રોકવા માટે પાછલા ૬૦ વર્ષની સરખામણીએ તાજેતરમાં વધુ ધ્યાન આપવામાં આવતા અકસ્માતોની સંખ્યામાં શું ફરક પડ્યો? તેવા પ્રશ્ર્નના જવામાં જણાવાયું હતુ કે અગાઉની સરકારોમાં વર્ષે સરેરાશ ૪૦૦ જેટલા અકસ્માતો કે દુર્ઘટનાઓ બનતી હતી છેલ્લા દાયકામાં રેલવે અકસ્માત નિયંત્રણ માટે ટેકનોલોજીના ફેરફાર, ટ્રેનીંગ મોડ્યુઅલના ફેરફાર,મેન પાવર એક્યુરસી વગેરે અમલમાં મુકતા અકસ્માતોની સરેરાશ ઘટીને વરસે ૮૦ થી ૮૧ જેટલી થઇ છે અને હજુય રેલવેનું સમગ્ર તંત્ર અકસ્માત ટાળવા વધુ ને વધુ સજ્જ થઇ રહ્યુ છે. 
​​​​​​​

મહિલાઓ અને બાળકોની સુરક્ષા બાબતે રેલવે વિભાગ સતત ચિંતિત અને કાર્યરત છે રેલવે સ્ટેશનોએ હાઇક્વોલીટીના પુરતા સીસીટીવી કેમેરા લગાવવા, રેલ્વે પ્રોટેક્શન ફોર્સમાં બહેનો આરપીએફની નવ ટકાથી વધુ હિસ્સેદારી જે હજુ વધવા જઇ રહી છે તેવી તમામ બાબતો મહિલાઓ અને બાળકોની સલામતીની સજ્જતાની ખાત્રી કરાવે છે. તાજેતરના વિશ્ર્વના સૌથી મોટા મહામહોત્સવ ‘મહાકુંભ’ વખતે આરપીએફની ‘શી’ ટીમની કામગીરી ખૂબજ પ્રસંશનીય અને નોંધપાત્ર રહી હોવાનો ઉલ્લેખ પણ આ તકે થયો હતો, રેલ્વે મંત્રીએ આ મહત્વનો પ્રશ્ન હોવાનું જણાવી, જાગૃત સાંસદ પૂનમબેન માડમના પ્રશ્નોની માહિતી સાથે પ્રત્યુતર પાઠવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application