ફરિયાદ પક્ષ આરોપી સામેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ, અદાલત દ્વારા નિર્દોષ છુટકારો
તા.૨૯-૦૫-૨૦૧૨ની સાલમાં સલાયાના વહાણવટી અબ્દુલ રહેમાન કુંગડાએ જામનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ કે જામનગર ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડની કચેરીના રેકોર્ડ કીપર બાબુલાલ દેવજીભાઈ મકવાણાએ રેવન્યુ રેકોર્ડના ખરી નકલો ઝડપથી કઢાવવા માટે રૂપિયા 1000ની લાંચની માગણી કરેલ છે આ ફરિયાદના આધારે પીઆઇએ લાંચનું છટકું ગોઠવ્યું હતું જેમાં આરોપી રમેશભાઈ ગોવાભાઈ ગાગલિયા રંગે હાથે ઝડપાઈ ગયેલ.
આ કેસ જામનગરના પ્રિન્સિપાલ સેશન્સ જજ ની કોર્ટમાં ચાલતા ફરિયાદ પક્ષે લેન રેકોર્ડ કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશ ગાંધી મામલતદાર વિક્રમભાઈ ખાનગી સર્વોયર રમેશભાઈ ગાગલીયા અને રેડ કરનાર અધિકારી બી.ડી. જાડેજા સહિતના સાત સાહેદોને તપાસેલ હતા સરકાર તરફે આરોપી સામેનો કેસ પુરવાર થતો હોય સજા કરવા રજૂઆત કરી હતી.
આ કેસમાં ફરિયાદીની જુબાનીમાં આરોપીએ કોઈ લાંચની માગણી કર્યાનું સાબિત થતું નથી ફરિયાદી એ ફરિયાદ પક્ષને સમર્થન ના આપતા ફરી ગયેલા જાહેર કરવામાં આવ્યા છે આ સંજોગોમાં આરોપીએ રૂપિયા 1,000 ની માગણી અંગે સીધો કે આડકતરી રીતે પુરાવો રેકોર્ડ પર આવેલ નથી આ સંજોગોમાં ફરિયાદ પક્ષનો કે સાબિત માની શકાય નહીં
વધુમાં રજૂઆત કરી હતી કે પંચનામું પંચોએ લખાવ્યા નું સાબિત થતું નથી અને ફરિયાદીએ ફરિયાદ લખાવ્યાનું સાબિત થતું નથી આ સંજોગોમાં આરોપી પાસેથી લાંચ ની રકમ કબજે કરવાની હકીકતથી આરોપીએ લાંચની માંગણી કરી છે એવું અનુમાન ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ 20 તળે થઈ શકે નહીં આથી આરોપી સામે ગુનો સાબિત થતો ન હોય નિર્દોષ ઠરાવી છોડી મુકવા રજૂઆત કરવામાં આવી હતી.
ફરિયાદ પક્ષના સાહેદોના નિવેદનમાં વિરુદ્ધ આભાસી હકીકતો સામે આવેલ છે ફરિયાદ પક્ષ આરોપી સામેના કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે તેમ ઠરાવી આરોપીને નિર્દોષ છોડી મૂકવા અદાલત દ્વારા હુકમ કરેલ છે.
આરોપી તરફે વકીલ વી.એચ. કનારા,એસ.બી. વોરીયા,ડી.એન.ભેડા,વિ.ડી. બારડ આર.ડી સિસોટીયા,જે. એમ.નંદાણીયા આર.એન.વસરા આર.એ.સફિયા વી.એસ. ખીમાણીયા અને પી. એન.રાડીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMહસ્તગિરિ, મુંડકીધાર અને હાથસણીના ડુંગરોમાં આખરે કુદરતી રીતે આગ ઓલવાતા તંત્રને હાશકારો
April 03, 2025 03:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech