રાજકોટમાં દર્દીની કીડની ખરાબ થતા રાજ્યસભાના સાંસદે ફંડ અપાવ્યુ હતું.
રાજકોટ ખાતે રહેતા ગોંડલીયા કિશોરભાઈ હરજીભાઈની કીડની ખરાબ થતા અમદાવાદ ખાતે સરકાર માન્ય એપોલો હોસ્પિટલમાં સારવાર માટે જતા તેમને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહેતા આ દર્દીના સગાઓ ખુબજ ચિંતામાં મુકાઇ ગયા અને તેમની સારવાર માટે પિયાની જર પડતા તુરત મદદ માટે સંસદસભ્ય રામભાઈ મોકરીયાનો સંપર્ક કરતા સંસદસભ્ય રામભાઈએ તાત્કાલિક પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી રાહત અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખીને ભલામણ કરતા તુરત જ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દર્દીને ઓપરેશન, સારવાર માટે વ્યક્તિગત રીતે પિયા ૩,૦૦,૦૦૦ (પિયા ત્રણ લાખ )પુરાનો સહાય નો ચેક સીધોજ અમદાવાદ સરકાર માન્ય એપોલો હોસ્પીટલમાં જમા થઇ જતા સંસદસભ્ય રામભાઈ મોકરીયાએ દર્દીના દુખમાં ભાગીદાર બનીને માનવતા મહેકાવવાનું ઉમદા કામ કર્યું છે.અને દર્દીના સગા દ્વારા સંસદસભ્ય રામભાઈ મોકરીયા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આ તબક્કે ખુબ ખુબ આભાર માનેલ છે.
સંસદસભ્ય રામભાઈ મોકરીયાએ આવા દર્દના રોગો માટે ક્યારેય કોઈને જરિયાત પડે તો તેમનો સંપર્ક કરવાનું અને પોતાનાથી બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech