બિહારમાં દારૂબંધી ચાલુ હોવા છતાં છપરા અને સિવાન જિલ્લામાં બેફામ રીતે દારૂનું વેચાણ કરવામાં આવે છે અને પીવામાં આવે છે. ત્યારે ઝેરી દારૂ પીવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિવાન જિલ્લામાં સાત લોકોના મોત થયા છે જ્યારે છપરા જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે. જે બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
ઘટના બાદ સમગ્ર વહીવટી કર્મચારીઓમાં ભયનો માહોલ છે. મળતી માહિતી મુજબ, સિવાન જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી ત્રણ લોકોએ પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે અને સાત લોકોના મોત થયા છે. આ ઘટના સિવાન જિલ્લાના ભગવાનપુર હાટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઘટના બાદ મહારાજગંજના SDPO ઘટનાસ્થળે કેમ્પ કરી રહ્યા છે. વહીવટી સ્તરે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પહેલા ફિશ પાર્ટી કરી, પછી પીધો ઝેરી દારૂ
પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્તારમાં એક દિવસ પહેલા ફિશ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દારૂ પણ પીધો હતો. દારૂ પીધા પછી તેમની તબિયત બગડવા લાગી હતી. ત્યારબાદ બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છપરામાં મૃતક વ્યક્તિનું નામ ઇસ્લામુદ્દીન હોવાનું કહેવાય છે, જ્યારે અન્ય બે શમશાદ અને મુમતાઝ અંસારીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ પીડિતો મજૂર વર્ગના હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આલ્કોહોલ ક્યાંથી આવ્યો, પરંતુ બીમાર લોકોએ ડોક્ટરને કહ્યું છે કે દારૂ પીધા પછી તેમની તબિયત બગડી હતી. જે બાદ તબીબોએ પણ ઝેરી પદાર્થ ખાવાના લક્ષણો જણાતા સારવાર શરૂ કરી છે. બનાવને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech