મામા આમીર સાથે ફિલ્મ કરશે, ગોવામાં શૂટિંગ શરૂ
આ બોલિવૂડ એક્ટર લાંબા સમયના બ્રેક બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરી રહ્યો છે અને તે આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં એક્ટિંગ કરતો જોવા મળશે.
બોલિવૂડ ફિલ્મોના ચાહકો માટે સારા સમાચાર છે, ઇમરાન ખાન નવ વર્ષના લાંબા બ્રેક બાદ બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. ઈમરાન તેની ફિલ્મી કારકિર્દીનો બીજો તબક્કો તેના મામા આમિર ખાન સાથે શરૂ કરી રહ્યો છે.
બોલિવૂડનો હેન્ડસમ હંક ઈમરાન ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. ઈમરાન ખાન ઘણા સમયથી બોલિવૂડની દુનિયાથી દૂર છે. તેની છેલ્લી ફિલ્મ કટ્ટી બટ્ટી વર્ષ 2015માં રિલીઝ થઈ હતી, એ બાદથી તે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નહતા. હવે ઈમરાન ખાનને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાન ફરી એકવાર પોતાની શાનદાર એક્ટિંગથી બધાનું દિલ જીતવા માટે તૈયાર છે.
ઈમરાન ખાન લાંબા સમયના બ્રેક બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરી રહ્યો છે અને તે આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં એક્ટિંગ કરતો જોવા મળશે. જાણીતું છે કે આમિર ખાને 1988માં આવેલી ફિલ્મ 'કયામત સે કયામત તક'માં ઈમરાનને બાળ કલાકાર તરીકે અને 2008માં ફિલ્મ 'જાને તુ યા જાને ના'માં લીડ રોલમાં લોન્ચ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech