જાપાન સરકારે ગામડાઓમાં મહિલાઓની સંખ્યા વધારવા માટે એક મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત જાપાન કુંવારી છોકરીઓને પૈસા આપી રહ્યું છે, જેથી તેઓ શહેર છોડીને ગામડાઓમાં જાય અને ત્યાં જઈને લ કરે. ગામડામાં મહિલાઓની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી જાપાન સરકાર કુંવારી મહિલાઓને લ માટે મોટી રકમ આપી રહી છે.
પ્રા અહેવાલ મુજબ, સરકાર આવી મહિલાઓને ૭૦૦૦ ડોલર સુધીની રકમ આપી રહી છે. જાપાનના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સંખ્યા ઓછી છે. ૨૦૨૦ની વસ્તી ગણતરી મુજબ અહીં ૯૧ લાખ સિંગલ મહિલાઓ છે, યારે પુષોની સંખ્યા ૧.૧૧ કરોડ છે. તે મુજબ મહિલાઓની સંખ્યા ૨૦ ટકા ઓછી છે. ઘણા એવા વિસ્તારો છે યાં આ તફાવત ૩૦ ટકા સુધી પહોંચી ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આજકાલ છોકરીઓ અભ્યાસ પૂરો કરીને શહેરમાં જઈ રહી છે, જેના કારણે ગામડામાં મહિલાઓની સંખ્યા ઘટી છે. તેથી, સરકાર તેમને પ્રોત્સાહિત કરવા માટે લગભગ ૫.૮૭ લાખ પિયા આપી રહી છે. જાપાની અધિકારીઓનું કહેવું છે કે ગયા વર્ષે અહીં માત્ર ૭૨૭,૨૭૭ જન્મ નોંધાયા હતા અને પ્રજનન દર ૧.૨૦ હતો. દેશ કે પ્રદેશની વસ્તીને સ્થિર રાખવા માટે જરી જન્મદર ૨.૧ છે, એટલે કે દરેક મહિલાએ સરેરાશ ૨.૧ બાળકોને જન્મ આપવો જોઈએ, આ સંતુલન જાળવી રાખે છે. આ પહેલા સ્વીડન પણ તેના એક નિર્ણયને કારણે ચર્ચામાં હતું. અહીંની સરકારે પોતાના નાગરિકોને દેશ છોડવા માટે પૈસા આપવાની જાહેરાત કરી હતી. પ્રવાસનું ભાડું પણ સરકાર ચૂકવી રહી છે. શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને યારે તેઓ દેશ છોડે છે ત્યારે ભારતીય ચલણમાં લગભગ ૮૦ હજાર પિયા મળે છે. આ પૈસા બધાને એક સાથે આપવામાં આવે છે. હવે જાપાનથી પણ આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech