જામનગરમાં મોબાઇલમાં ક્રિકેટની આઇડી પર સટ્ટો રમતા એક શખ્સને એલસીબીએ પકડી લીધો હતો, જેમાં મહેસાણાના શખ્સનું નામ ખુલ્યુ હતું.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જીલ્લામાં દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તથા જુગારધારાના કેશો શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.કે. કરમટા પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના પો.કોન્સ મયુદીન સૈયદ, અરજણભાઇ કોડીયાતર તથા ક્રિપાલસિંહ જાડેજાને મળેલ બાતમી હકીકત આધારે શહેરના પટેલ કોલોની શેરી નં. ૧૦ શિવમ પ્લાઝા એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં રોડ પર અમિત દિેનેશ હનસોરા (ઉ.વ.૩૬) રહે. પટેલ કોલોની શેરી નં. ૧૦, શિવમ પ્લાઝા એપાર્ટમેન્ટ, જામનગરવાળો મોબાઇલ ફોનમાં એએલએલ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હાલમાં ઇન્ડીયામાં રમાતી આઇપીએલની મુંબઇ ઇન્ડીયન્સ-રાજસ્થાન રોયલની મેચનો લાઇવ સ્કોર નિહાળી ક્રીકેટનો ડબ્બો ચલાવી જુગાર રમી રમાડી પૈસાની હારજી કરતો હોય.
દરોડા દરમ્યાન રોકડા ૪૯૨૦, એક મોબાઇલ કિ. ૫૦૦૦ મળી કુલ ૯૯૨૦ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી આરોપી વિરુઘ્ધ પો.કોન્સ કિશોરભાઇ પરમારે ફરીયાદ રીપોર્ટ આપતા હેડ કોન્સ. ધાનાભાઇ મોરીએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. એપ્લીકેશન ચાલુ કરાવી આપનાર રોનક રહે. મહેસાણાવાળાને ફરાર જાહેર કર્યો હતો.